Tejas

Tejas Movie Collection: પહેલા જ દિવસે ફુસ્સ થઈ તેજસ, જાણો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા…

Tejas Movie Collection: ફિલ્મ ‘તેજસ’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું: રિપોર્ટ

મનોરંજન ડેસ્ક, 28 ઓક્ટોબરઃ Tejas Movie Collection: કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભારતીય વાયુસેનાના પાયલટની દમદાર ભૂમિકા ભજવી છે. ખબર હોય કે, કંગનાએ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું. હવે ફિલ્મ ‘તેજસ’ના પહેલા દિવસનો કલેક્શન રિપોર્ટ સામે આવ્યો છે. કંગનાની ‘તેજસ’એ શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધીમી શરૂઆત કરી છે અને તેનું કારણ એ છે કે લોકોને ફિલ્મની વાર્તા બિલકુલ પસંદ આવી નથી.

તેજસ નું બોક્સ ઓફિસ કલેક્શન

ગઈકાલે રિલીઝ થયેલી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ સામે આવ્યો છે. આ ફિલ્મથી કંગના અને તેના ચાહકોને ઘણી અપેક્ષા હતી પરંતુ ફિલ્મે અપેક્ષા કરતા ઘણી ઓછી કમાણી કરી છે. કંગનાની એક્ટિંગમાં રહેલી દેશભક્તિ લોકોના દિલને સ્પર્શી શકી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘તેજસ’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને વધુ ફાયદો થયો નથી. એવી અપેક્ષા હતી કે ફિલ્મ શરૂઆતના દિવસે સારો દેખાવ કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં. સર્વેશ મેવાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ લગભગ 45 કરોડ રૂપિયા છે. તે પ્રમાણે ફિલ્મની પહેલા દિવસની કમાણી કંઈ ખાસ રહી નથી.

આ પણ વાંચો… PM Modi Will Pay Tribute To Sardar Patel: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો