Manoj Singh Mandavi passed away

Manoj Singh Mandavi passed away: છત્તીસગઢ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મનોજ સિંહ મંડાવીનું હાર્ટ એટેકથી નિધન, વાંચો વિગત

Manoj Singh Mandavi passed away: 58 વર્ષીય માંડવીને હાર્ટ એટેક આવતાં પડોશી ધમતરી શહેરની હોસ્પિટલમાં દાખલ હતા

નવી દિલ્હી, 16 ઓક્ટોબરઃManoj Singh Mandavi passed away: છત્તીસગઢ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ સિંહ મંડાવીનું રવિવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. પાર્ટીના નેતાઓએ આ જાણકારી આપી છે.

કોંગ્રેસના સંચાર એકમના વડા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે, 58 વર્ષીય માંડવીને હાર્ટ એટેક આવતાં પડોશી ધમતરી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સવારે તેમનું નિધન થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વખતના ધારાસભ્ય અને બસ્તર પ્રદેશમાં પાર્ટીનો મહત્વનો આદિવાસી ચહેરો રહેલા મંડાવી 2000 થી 2003 દરમિયાન રાજ્યમાં અજીત જોગીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દરમિયાન ગૃહ અને જેલ મંત્રી હતા.

આ પણ વાંચોઃ Vaishali thakkar committed suicide: સીરિયલ ‘યે રિશ્તા..’ ફેમ એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Bone and Joint Action Week: એચસીજી હોસ્પિટલ્સ મીઠાખળીએ બોન ઍન્ડ જોઇન્ટ ઍક્શન સપ્તાહના ભાગરૂપે વોકેથોનનું આયોજન કર્યું

Gujarati banner 01