yami gautam summoned by ed in money laundering case 001

Yami summoned by ED: લગ્ન બાદ ફરી ચર્ચામાં આવી યામી, એક્ટ્રેસને આ કારણે EDએ પૂછપરછ માટે સાત જુલાઈએ બોલાવવી- વાંચો શું છે મામલો?

Yami summoned by ED: યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે

બોલિવુડ ડેસ્ક, 02 જુલાઇઃ Yami summoned by ED: યામી ગૌતમે હાલમાં જ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે EDની નજરમાં છે.

વાત એમ છે કે, એક્ટ્રેસ યામી ગૌતમને ED (Yami summoned by ED)એ આજે (2 જુલાઈ) સમન્સ પાઠવ્યું છે. EDએ સાત જુલાઈના રોજ સવારે 11 વાગે હાજર થવાનું કહ્યું છે. યામી પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કર્યું છે.

Whatsapp Join Banner Guj

યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. બંનેએ પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, પોતાના લગ્નની જાણકારી ફેન્સને આપી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, લગ્નના થોડાં દિવસ બાદ જ યામી પતિ સાથે મુંબઈ પરત ફરી હતી. યામીએ આગામી ફિલ્મ ‘અ થર્સડે’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. યામીએ બોલિવૂડ ફિલ્મ ‘વિકી ડોનર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. યામીએ ‘કાબિલ’ તથા ‘બદલાપુર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

આ પણ વાંચોઃ UK starts post study visa: બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપવાનું શરુ કર્યુ, વિદ્યાર્થીઓને થશે લાભ – વાંચો સંપૂર્ણ માહિતી