uk visa

UK starts post study visa: બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપવાનું શરુ કર્યુ, વિદ્યાર્થીઓને થશે લાભ – વાંચો સંપૂર્ણ માહિતી

UK starts post study visa: આ વિઝા હેઠળ ભારત સહિતના દેશોમાંથી બ્રિટનમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમના અંતે નોકરીનું અનૂભવ મેળવવા માટે બ્રિટનમાં રહેવા માટેના વિઝાની અરજી કરી શકશે.

લંડન, 02 જુલાઇઃ UK starts post study visa: સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન ગયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ બ્રિટનના ગૃહ વિભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોતાના નવા પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની શરૃઆત કરી દીધી છે. આ વિઝા હેઠળ ભારત સહિતના દેશોમાંથી બ્રિટનમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમના અંતે નોકરીનું અનૂભવ મેળવવા માટે બ્રિટનમાં રહેવા માટેના વિઝાની અરજી કરી શકશે. 

નોંધનીય છે કે ગયા વર્ષે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે ગ્રેજ્યુએટ રુટ વિઝાની જાહેરાત કરી હતી. આ વિઝા માટેની અરજીઓ સ્વીકારવાનું શરૃ થઇ ગયું છે અને આ વિઝાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. 

બ્રિટનમાં નવા પોસ્ટ સ્ટડી વર્ક(પીએસડબ્લ્યુ) વીઝાથી ભારતીય વિદ્યાર્થીઓને (UK starts post study visa)લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે. 

પીએસડબ્લ્યુ વીઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં નોકરી કરી શકે છે અથવા નોકરી શોેધી શકે છે. આ વીઝા ગયા વર્ષે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ દ્વારા શરુ કરવામાં આવ્યા હતાં.

Whatsapp Join Banner Guj

મહત્વનું છે કે ગયા વર્ષે ૫૬,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા(UK starts post study visa) આપવામાં આવ્યા હતાં. જે અગાઉના વર્ષ કરતા ૧૩ ટકા વધારે છે. આ વિઝા મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ બ્રિટનમાંથી હાયર એજ્યુકેશનનો માન્ય કાર્સ કરેલો હોવો જરુરી છે. 

થોડાક સમય પહેલા જ બ્રિટનમાં નવા પોસ્ટ સ્ટડી વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (એનઆઇએસયુ), યુકે દ્વારા આ સમયમર્યાદા વધારવાની છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચોઃ MSME: સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ તરીકે સામેલ કરવાની ઘોષણા કરી- વાંચો વિગતે