zoya akhtar married

zoya akhtar married: ઝોયા અખ્તરે 49 વર્ષની વયે છાનામાના આ વ્યક્તિ સાથે લગ્ન કર્યાની અટકળો

zoya akhtar married: સોશિયલ મીડિયા પરની એક તસવીરમાં  સ્માઇલી સાથે જસ્ટ મેરિડની કોમેન્ટ  શેર કરી

બોલિવુડ ડેસ્ક, 19 ઓક્ટોબરઃ zoya akhtar married: અભિનેતા ફરહાન અખ્તરની બહેન અને દિગ્દર્શિકા ઝોયા અખ્તર પોતાની પ્રોફેશનલ લાઇફની સાથેસાથે પર્સનલ લાઇફને કારણે પણ હાલ ચર્ચામાં છે. હાલમાં  ઝોયાની સોશિયલ મીડિયા પરની એક ટીપ્પણીના કારણે તેના લગ્ન ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા છે. 

ભૂતકાળમાં ઝોયાને તેના લગ્ન વિશે પુછવામાં આવતા તે હંમેશા કહેતી હતી કે તેના માટે લગ્ન જરૂરી નથી. પરંતુ હાલમાં ઝોયા અખ્તર અને પ્રોડયુસર શારિક સીકવેરાના એક કોમન ફ્રેન્ડ દ્વારા ઝોયા અને શારિકની ડિનર ડેટની તસવીર શેર કરવામાં આવી હતી.

image 137 1024x656 1

આ તસવીરમાં ઝોયા એક સ્માઇલી સાથે  જસ્ટ મેરિડની ટીપ્પણી કરી છે. આ પછી એમ માનવામાં આવી રહ્યું છે કે ઝોયા અને શારિકે છાનામાના લગ્ન કરી લીધા છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાણકારી મળી નથી. 

ઝોયા આજે બોલીવૂડમાં પોતાની મહેનતના કારણે મજબૂત સ્થાન જમાવ્યું છે. તેનો જન્મ ફિલ્મો સાથે જોડાયેલા પરિવારમાં થયો છે પરંતુ તે પોતાના બળબૂતા પર આજે એક સફળ દિગ્દર્શિકા બની છે. 

આ પણ વાંચોઃ Owaisi targeted PM Modi: ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યા, કહ્યું- નવ જવાનો મરી ગયા અને તમે પાકિસ્તાન સાથે ટી-20 મેચ રમાડો છો!

Whatsapp Join Banner Guj