Gautam Adani 1

Adani Group get Bank support: અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર,આ સરકારી બેંક હજુ લોન આપવા તૈયાર…

Adani Group get Bank support: બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાનું કહેવું છે કે તેઓ ભવિષ્યમાં પણ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખશે

બિજનેસ ડેસ્ક, 22 ફેબ્રુઆરી: Adani Group get Bank support: દેશના મોટા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપ માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. બેંકો દ્વારા આપવામાં આવેલી લોનને લઈને અદાણી જૂથને સમગ્ર દેશમાં રસ્તાથી લઈને સંસદ સુધી ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો,

પરંતુ હવે આ જૂથને ધીમે ધીમે રાહત મળી રહી છે. દેશ અને દુનિયાના અમીરોની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને લોન આપવા માટે દેશની મોટી બેંકે પોતાના દરવાજા ખોલી દીધા છે. જાણો બેંક ઓફ બરોડાએ આ અંગે શું કહ્યું…

બેંક વધારાની લોન આપવા તૈયાર છે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાનું કહેવું છે કે તેઓ ભવિષ્યમાં પણ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપની લોનની દરખાસ્ત સ્વીકારવામાં આવશે. અદાણી ગ્રૂપના વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને રિમોડલ કરવાના સામાજિક પ્રોજેક્ટની સાથે, બેંકે બાકીની દરખાસ્તો માટે વધારાની લોન આપવા માટે પણ લીલી ઝંડી આપી છે.

ધારાવી પ્રોજેક્ટ માટે જોઈએ છે લોન

ગયા વર્ષે, 2022 માં, અદાણી જૂથે દેશ અને વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈના ધારાવીના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 5070 કરોડની બિડ કરી હતી. જેના માટે બેંક ઓફ બરોડાએ લોન વધારવાની મંજૂરી આપી દીધી છે. જો કે સંજીવ ચઢ્ઢાએ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઉતાર-ચઢાવ અંગે કંઈ કહ્યું નથી.

આ પણ વાંચો: Danta love jehad: હિન્દૂ પરણિતાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સબંધનો કરુણ અંજામ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો