Danta Love jehad

Danta love jehad: હિન્દૂ પરણિતાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સબંધનો કરુણ અંજામ…

Danta love jehad: દાંતા તાલુકામાં રસુલપુરાની હિન્દૂ પરણિતાના મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સબંધનો કરુણ અંજામ, પોલીસે પકડી પડેલા નૂર મહમદ મેહસાણીયા ને ફાંસીની સજા આપવા ઠાકોર સમાજે માંગ, દાંતા ગામના વેપારીઓએ ઝડબેસલાક બંધ રાખી વિરોધ પ્રદર્શન

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 ફેબ્રુઆરી: Danta love jehad: દાંતા તાલુકામાં રસુલપુરમાં રહેતા જ્યંતિભાઈ ઠાકોર પોતાના ખેતરમાં મુસ્લિમ ઈસમ નુરમહમ્દ મેહસાણીયા નામનો શખ્સ ભાગીયા તરીકે કામ કરતો હતો. જેણે પાંચ વર્ષ અગાઉ ખેતર મલિક જ્યંતિભાઈ ઠાકોરની પત્ની સવિતા સાથે પ્રેમ સબંધ બંધાતા આ ઘટનાને કરુણ અંજામ અપાયો છે. સવિતાના પતિ ભાગીયા નૂર મહંમદ પર પોતાની પત્નીના પ્રેમ સબંધ ને લઈ શંકા કરતા હતા.

જેને લઈ તેની પત્ની અને પ્રેમી નૂર મહમદ ભાગીયા ના પ્રેમ સબંધમાં કાંટા રૂપ બનતા પતિનું કાસળ કાઢવાનું આયોજન કર્યું હતું. જેને ભાગીયા નૂર મહંમદ એ પોતાની પ્રેમિકાના પતિ જયંતીભાઈને પોતાની કારમાં બેસાડી દાંતાના જ નારગઢ ગામે આવેલા ખેતર માં લઇ ગયેલો.

પત્ની સવિતાને તેનો પ્રેમી બંને મળી જયંતીભાઈ ને મારામારી કરી મકાઈના ડોડા વચ્ચે ગાળું દબાવી જયંતીભાઈ ને મોત નિપજાવ્યું હતું, જોકે આ હત્યા છુપાવવા પત્ની અને તેના પ્રેમી ભાગીયા નૂર મહંમદે મૃતક જયંતીભાઈના મૃતદેહ ને દાંતા ના હરિવાવ નજીક જાહેર રોડ ઉપર રઝળતો ફેંકી દીધો હતો આ ઘટના ને લઈ બનાસકાંઠા પોલીસે હાથ ધારેલી તપાસ માં સમગ્ર ભાંડો ફોડી દેતા હત્યા ના આરોપી પત્ની સવિતા અને તેના પ્રેમી નૂર મહંમદ મેહસાણીયા ની ધરપકડ કરવામાં આવી છે.

જોકે પોતાના પ્રેમને પામવા પતિ નુ જ કાસળ કાઢી નાખવા ભાગીયા નૂર મહંમદ મેહસાણીયા એ હત્યા નિપજાવેલ તેને લઈ સમગ્ર ઠાકોર સમાજ સહીત હિન્દુ સમાજ માં ભારે ફિટકાર વરસી રહ્યો છે ને આવા વિધર્મી લોકો હિન્દૂ મહિલાઓ ને પોતાના પ્રેમજાળ માં ફસાવી હત્યા ને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોલીસે પકડી પડેલા નૂર મહમદ મેહસાણીયા ને ફાંસી ની સજા આપવા ઠાકોર સમાજે માંગ કરી છે.

જોકે આવા બનતા બનાવો ને લઈ વિધર્મી લોકો હિન્દૂ મહિલાઓ ને સાથે ફરી આવો વહેવાર ન કરે તે માટે આજે સમગ્ર દાંતા ગામ ના વેપારીઓ એ પોતાના વેપાર ધંધા ઝડબેસલાક બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યો હતો, અને તમામ લોકો એકઠા થઇ મૃતક જયંતિભાઈ ઠાકોરને શ્રધ્ધાંજલિ આપી હતી ને તમામ ઠાકોર સમાજ તેમજ વિશ્ર્વહિન્દુ પરીષદ,બજરંગ દળ, સહીત હિન્દુ લોકો એ રેલી યોજી દાંતા પ્રાંત કચેરી એ પહોંચી સબ ડિવઝનલ મેજિસ્ટેટ ને આવેદન પત્ર પાઠવ્યું હતું ને સાથે આવા હત્યારા ને ફાંસી નો સજા કરવા માંગ કરી હતી.

અને જે રીતે હત્યા ને અંજામ આપવામા આવ્યો છે જે જોતા એક કરતા વધુ આરોપીઓ હોવાની શંકાને લઈ તેમને શોધી તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે જો તેમ નહી કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જોકે આ આવેદન પત્ર સ્વિકારી ઉપસ્થીત અધીકારીએ આવેદન પત્રને કલેકટર ને મોકલી ઘટતી કરવા આવશે તેમ જણાવ્યુ હતુ. આજે હજ્જારો ની સંખ્યામાં નીકળેલી હત્યા વિરોધી રેલી માં કોઈ અટક ચાળો ન થાય ને મામલો વધુ વણશેં નહી તેમાંટે પોલીસ નો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: JOSH-2023 sports competition: પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ દ્વારા જોશ-2023 રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો