banas dairy

Banas Dairy Increased Purchase milk Price: પશુપાલકો માટે સારા સમાચાર, બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

Banas Dairy Increased Purchase milk Price: પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 22 એપ્રિલઃ Banas Dairy Increased Purchase milk Price: એશિયાની સૌથી મોટી બનાસડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે. બનાસડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.

આ પણ વાંચો:- Big B AS ashwasthama: ફિલ્મ કલ્કી 2898 એડીમાં અશ્વસ્થામા હશે અમિતાબ બચ્ચન, જુઓ નવા પોસ્ટર અને વીડિયોમાં બિગ બીનો જલવો

બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલકો બનાસ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે બનાસ ડેરી દ્વારા આજે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે.

બનાસડેરીએ પશુપાલકોને ચુકવાતા દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ. 15નો ભાવ વધારો કર્યો છે. અગાઉ દૂધના પ્રતિકિલો ફેટે પશુપાલકોને 805 રૂપિયા મળતા હતા. જે વધીને હવે પ્રતિકિલો ફેટે રૂ. 820 કરાયા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો