Ahmedabad to Hubballi: અમદાવાદ અને હુબલી વચ્ચે ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવશે
Ahmedabad to Hubballi: પશ્ચિમ રેલવે અમદાવાદ અને હુબલી વચ્ચે ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવશે

અમદાવાદ, 22 એપ્રિલ: Ahmedabad to Hubballi: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલી વચ્ચે સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન વિશેષ ભાડામાં ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર. 07312/07311 અમદાવાદ-હુબલી-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન (કુલ 10 ટ્રીપ)
ટ્રેન નં.07312 અમદાવાદ-હુબલી સ્પેશ્યલ 29 એપ્રિલ 2024થી 27 મે 2024 સુધી દર સોમવારે 21:25 વાગ્યે અમદાવાદથી રવાના થશે અને બીજા દિવસે 19:45 વાગ્યે હુબલી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં.07311 હુબલી-અમદાવાદ સ્પેશ્યલ 28 એપ્રિલ 2024થી 26 મે 2024 સુધી દર રવિવારે 19:30 વાગ્યે હુબલીથી રવાના થશે અને બીજા દિવસે 19:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ પણ વાંચો:- Banas Dairy Increased Purchase milk Price: પશુપાલકો માટે સારા સમાચાર, બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
માર્ગમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સતારા, સાંગલી, મિરજ, ઘાટપ્રભા, બેલગામ, લોંડા અને ધારવાડ જંકશન પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 07312નું બુકિંગ 24 એપ્રિલ 2024થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય અને સ્ટોપ્સની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.