Banker Jagdish Kapoor

Banker Jagdish Kapoor: જગદીશ કપૂરની ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે નિમણૂક

મુંબઈ, 13 માર્ચ: Banker Jagdish Kapoor: મુંબઈ સ્થિત એસેટ સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન કંપની, ઈન્વેન્ટ એસેટ્સ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.એ જાણીતા બેન્કર જગદીશ કપૂરને તેના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીના બોર્ડ દ્વારા તાજેતરમાં મુંબઈમાં મળેલી બેઠકમાં આ નિમણૂક કરવામાં આવી હતી.

ફાઈનાન્સ ક્ષેત્રે શાનદાર કારકિર્દી ધરાવતા જગદીશ કપૂરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ એચડીએફસી બેંક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના ચેરમેન પણ રહી ચુક્યા છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડ અને એક્ઝિમ બેંક જેવી કેટલીક અગ્રણી બેંકોના બોર્ડમાં સેવા આપી છે.

નિમણૂક વિશે બોલતા, ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનના વાઇસ ચેરમેન શ્રી પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનના ચેરમેન તરીકે શ્રી જગદીશ કપૂર જેવા પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યાવસાયિકને અમારા બોર્ડમાં સામેલ કરવા બદલ અમે ભાગ્યશાળી છીએ. આ ક્ષેત્રે અને એકંદરે ઉદ્યોગમાં તેમનો બહોળો અનુભવ આવનારા વર્ષોમાં અમારી વિકાસ યોજનાઓ માટે ખૂબ જ મૂલ્યવાન બની રહેશે.”

આ પણ વાંચો:-Amdavad ni pol: અમદાવાદનું હાર્દ એટલે તેની પોળ; અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો