Demand for lifting of ban on plastic straw

Demand for lifting of ban on plastic straw: અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ પાછો ઠેલવવા વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર- વાંચો શું છે કારણ?

Demand for lifting of ban on plastic straw: અમૂલે 28 મેના રોજ લખેલ પત્રમાં 1 જુલાઈથી પ્રતિબંધિત થનારા જ્યુસ અને ડેરી ઉત્પાદનોના નાના પેકના સ્ટ્રો પરના પ્રતિબંધ અંગે ફેરવિચારણા કરવા જણાવ્યું છે

નવી દિલ્હી, 10 જૂનઃ Demand for lifting of ban on plastic straw: ભારતની સૌથી મોટી દૂધ સહકારી મંડળી અમૂલે સરકારને પત્ર લખીને નાની પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને મુલતવી રાખવા વિનંતી કરી છે અને કહ્યું છે કે આ પગલાથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં ખેડૂતો અને દૂધના વપરાશ પર “નકારાત્મક અસર” પડશે.

અમૂલે 28 મેના રોજ લખેલ પત્રમાં 1 જુલાઈથી પ્રતિબંધિત થનારા જ્યુસ અને ડેરી ઉત્પાદનોના નાના પેકના સ્ટ્રો પરના પ્રતિબંધ અંગે ફેરવિચારણા કરવા જણાવ્યું છે. માર્કેટ એક્સપર્ટસના અંદાજ અનુસાર આ બજારનું કદ 79 કરોડ ડોલરની આસપાસનું છે. આ સેગમેન્ટમાં અમૂલ પાસે હાલ મસમોટું માર્કેટ છે અને આગામી સમયમાં આ પ્રતિબંધને કારણે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

માત્ર અમૂલ જ નહિ પરંતુ સરકારના આ નિર્ણયથી પેપ્સીકો અને કોકા-કોલા સહિતની વૈશ્વિક ડ્રિન્ક બેવરેજ કંપનીઓને ફટકો પડશે.

Advertisement

આ પણ વાંચોઃ Bhumi Pujan of New Government College and Hospital at Navsari: વડાપ્રધાન મોદીના હસ્તે આજે નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે

પત્રમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢી 8 અબજ ડોલરનું માર્કેટ ધરાવતા અમૂલ વતી અરજ કરી કે સ્ટ્રો દૂધના વપરાશને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેમણે સરકારના પ્રદૂષણ, સિંગલ-યુઝ પ્લાસ્ટિકને દૂર કરવાના મોદી સરકારના ઝુંબેશ માટે પ્રતિબંધનું સર્મથન કરવાની સાથે-સાથે અનેક પાસાંઓને ધ્યાનમાં રાખી નિર્ણય એક વર્ષ માટે મુલતવી રાખવાની અરજ કરી છે.

સરકાર તરફથી માંગવામાં આવેલ રાહત અંદાજે દેશના 10 કરોડ ડેરી ખેડૂતો માટે વરદાન સાબિત થશે પરંતુ સોઢીએ કહ્યું છે કે જો સરકાર તરફથી રાહત નહિ મળે તો 1 જુલાઈથી અમૂલને સ્ટ્રો વિના જ આ પેક વેચવા પડશે.

Advertisement

આ બાબતની પ્રત્યક્ષ જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે પારલેએ પણ ભારત સરકારને એક પત્ર પણ લખ્યો છે, જેમાં જણાવ્યું હતું કે વૈકલ્પિક સ્ટ્રોનું પૂરતું સ્થાનિક ઉત્પાદન નથી અને આયાતી કાગળ અને બાયોડિગ્રેડેબલ વેરિઅન્ટ લગભગ 250% વધુ મોંઘા છે તેથી ગ્રાહકોના હિતને પણ ધ્યાનમાં રાખી વધુ સમય આપવો જોઈએ.

આ પણ વાંચોઃ New Dayabhabhi come soon in TMKOC: દયાભાભી તો સિરિયલ તારક મહેતામાં પરત ફરશે, પણ દિશા વાકાણી નહીં- વાંચો શું કહ્યું અસિત મોદીએ?

Gujarati banner 01

Advertisement