Bhumi Pujan of New Government College and Hospital at Navsari

New Government College and Hospital at Navsari: વડાપ્રધાન મોદીના હસ્તે આજે નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું કરશે લોકાર્પણ

New Government College and Hospital at Navsari: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવસારી ખાતે રૂ. ૩૦૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરાશે

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

નવસારી મેડિકલ કૉલેજમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ:-

  • ૬૬૦ કેપેસીટીની અલાયદી બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ
  • ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ લેક્ચર થીયેટર્સ
  • સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની સેવાઓ

નવીન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ -:

  • નવીન ૪૫૦ બેડ કેપેસીટી
  • ૪ મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથે કુલ ૮ ઓપરેશન થીયેટર
  • ૨૨ ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે.

ગાંધીનગર, 09 જૂનઃ New Government College and Hospital at Navsari: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૦ મી જૂનના રોજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે.પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત ૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે કરવામાં આવશે.

નવસારી ખાતે અંદાજીત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે.

e13aa6b4 87c9 4068 886e 8b9dcbef709e

જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ કરાવીને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં નવસારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

અંદાજીત ૧.૫૦ લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં ૨૩ હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે ૬૫ હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં ૪ લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે.

શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેડિકલ કૉલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા ૩૩૦ કેપેસીટીની બોય્સ અને ૩૩૦ કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે.

કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં ૪૫૦પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા ૫૧૧ થશે.

જેમાં ૪ મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથેના કુલ ૮ ઓપરેશન થીયેટર કાર્યરત થશે. ૨૨ ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે.

તદ્ઉપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર, સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ નવીન હોસ્પિટલમાં કાર્યરત થનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ પહેલા ગુજરાતમાં ફક્ત ૮ મેડિકલ કૉલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતુ. નરેન્દ્રભાઇની દિર્ધદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં ૩૧ જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજ કાર્યરત બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે.

જેના પરિણામ સ્વરૂપ આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કૉલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કૉલેજ દીઠ ૧૦૦ બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ.૨૨૫૦ કરોડનું આયોજન હાથ ધરાયું છે.

આ પણ વાંચોઃ New Dayabhabhi come soon in TMKOC: દયાભાભી તો સિરિયલ તારક મહેતામાં પરત ફરશે, પણ દિશા વાકાણી નહીં- વાંચો શું કહ્યું અસિત મોદીએ?

Gujarati banner 01