Paytm

paytm Launch ‘Tap To Pay’ Service: ઈન્ટરનેટ વિના આંખના પલકારાથી કરી શકાશે પેમેન્ટ, Paytmએ કરી ‘ટેપ ટુ પે’ સર્વિસ લોન્ચ- વાંચો વિગત

paytm Launch ‘Tap To Pay’ Service: પેટીએમ ઓલ ઈન વન POS ડિવાઈસિસ અને અન્ય બેંકનાં POS મશીન પર તેનો એક્સેસ મળશે

બિઝનેસ ડેસ્ક, 08 જાન્યુઆરીઃ paytm Launch ‘Tap To Pay’ Service: Paytmએ તેની નવી સર્વિસ ‘ટેપ ટુ પે’ લોન્ચ કરી છે. આ સર્વિસની મદદથી ઈન્ટરનેટ વગર વર્ચ્યુઅલ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે. POS મશીન પર ફોન ટેપ કરી યુઝર પેમેન્ટ કરી શકશે. ઈન્ટરનેર વગર અને ફોન લોક હશે તો પણ પેમેન્ટ થઈ જશે. એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે આ સર્વિસ લોન્ચ થઈ છે. પેટીએમ ઓલ ઈન વન POS ડિવાઈસિસ અને અન્ય બેંકનાં POS મશીન પર તેનો એક્સેસ મળશે.

રિટેલ સ્ટોર્સ પર ફાસ્ટ પેમેન્ટ થશે
યુઝર્સ પોતાના ફિઝિકલ કાર્ડને બદલે મોબાઈલ ટેપ કરી પેમેન્ટ કરી શકશે. તેના માટે પેટીએમ એપમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લિંક કરી ‘ટેપ ટુ પે’ સર્વિસ એક્ટિવ કરવાની રહેશે. આ સર્વિસ 16 ડિજિટના કાર્ડ નંબરને એક ડિજિટલ ઓળખમાં ફેરવી દેશે. તેથી કાર્ડ સિક્યોર રહે. આ સર્વિસથી રિટેલ સ્ટોર્સ પર ફાસ્ટ પેમેન્ટ ટ્રાન્જેક્શનની સુવિધા મળશે.

યુઝર્સ પેટીએમ પર સપોર્ટેડ ડેશબોર્ડથી કાર્ડ મેનેજ કરી શકશે. ડેશબોર્ડમાં ટ્રાન્જેક્શન હિસ્ટ્રી સહિતની સુવિધા મળશે. યુઝર્સ તેના કાર્ડને બદલી ડી-ટોકનાઈઝ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ Assembly Election dates of 5-states: ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની કરી જાહેરાત- વાંચો વિગત

નવી સર્વિસ એક્ટિવ કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

  • પેટીએમ એપમાં ‘ટેપ ટુ પે’ હોમ સ્ક્રીન પર “Add New Card” પર ક્લિક કરો અથવા કાર્ડ લિસ્ટમાંથી કોઈ કાર્ડ સેવ કરો.
  • હવે ઓપન થતી સ્ક્રીન પર કાર્ડ ડિટેલ્સ સબમિટ કરો.
  • ટેપ ટુ પે માટે આપેલી શરતો સ્વીકાર કરો.
  • કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી સબમિટ કરી OTP જનરેટ કરો.
  • હવે ટેપ ટુ પે હોમ સ્ક્રીન તમને કાર્ડ એક્ટિવેટ થયેલું જોવા મળશે.

પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું કે, નાણાકીય સર્વિસનું અસલ ડિજિટલાઈઝેશન ત્યારે જ થઈ શકે જ્યારે તેમાં ડેટાની કોઈ લિમિટ ન હોય. ‘ટેપ ટુ પે’ સર્વિસ સાથે કંપની યુઝર્સને મોબાઈલ ડેટા વગર ડિજિટલ ટ્રાન્જેક્શન કરવા માટે સમર્થ બનાવવા જઈ રહી છે. આ સર્વિસને પેટીએમ ‘ઓલ ઈન વન’ POS’ અને પ્રમુખ બેંકનો સપોર્ટ મળે છે.

Whatsapp Join Banner Guj