dhoni sent gift to pakistan fast bowler

dhoni sent gift to pakistan fast bowler: પાકિસ્તાનના ફાસ્ટ બોલરને મહેન્દ્રસિંહ ધોનીએ મોકલાવી ખાસ ગિફ્ટ

dhoni sent gift to pakistan fast bowler: પાકિસ્તાનના પેસ બોલર હારિસ રઉફે સોશિયલ મીડિયા પર માહીએ પોતાની સહી કરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટી શર્ટ ગિફટ આપી હોવાની જાણકારી આપી

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 જાન્યુઆરીઃdhoni sent gift to pakistan fast bowler: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોય પણ આજે પણ તેઓ ચાહકોના દિલો પર રાજ કરે છે.

ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ માહીના ચાહકો છે.પાકિસ્તાની ક્રિકેટરો પણ માહીને ઘણુ સન્માન આપે છે.દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલરને એક ગિફટ મોકલાવી છે અને તેનો ખુલાસો આ બોલરે પોતે સોશિયલ મીડિયા પર કર્યો છે.

પાકિસ્તાનના પેસ બોલર હારિસ રઉફે સોશિયલ મીડિયા પર માહીએ પોતાની સહી કરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટી શર્ટ ગિફટ આપી હોવાની જાણકારી આપી છે.રાઉફે આ ટી શર્ટનો ફોટો શેર કરીને કહ્યુ છે કે, લિજેન્ડ અને કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ મને ખૂબસુરત શર્ટ ગિફ્ટમાં આપીને સન્માનિત કર્યો છે.

નંબર સાત (ધોનીની ટી શર્ટનો નંબર સાત છે)પોતાના વ્યવહાર અને ઉદારતાથી લોકોના દિલ જીતી રહ્યા છે. પોતાના સુધી ગિફ્ટ પહોંચાડવા બદલ રઉફે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના મેનેજરનો પણ આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ paytm Launch ‘Tap To Pay’ Service: ઈન્ટરનેટ વિના આંખના પલકારાથી કરી શકાશે પેમેન્ટ, Paytmએ કરી ‘ટેપ ટુ પે’ સર્વિસ લોન્ચ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj