Reliance Industries AGM 2022

Reliance Industries AGM: રિલાયન્સની આજે 45મી AGM યોજાઈ, દેશમાં દિવાળી 2022 સુધીમાં 5જી સેવા લોન્ચની કરી જાહેરાત

Reliance Industries AGM: Jio અને એરટેલ આ બે એવી ટેલિકોમ કંપનીઓ છે જેમણે કહ્યું છે કે તેઓ ઓગસ્ટ 2022 કે પછી સપ્ટેમ્બર 2022 સુધીમાં 5જી સેવાઓ ચાલુ કરી શકે છે

બિઝનેસ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Reliance Industries AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) થઈ રહી છે. એજીએમને મુકેશ અંબાણીએ સંબોધિત કરી. જેમાં જિયો 5જી વિશે મોટી જાહેરાત કરવામાં આવી. ભારતમાં 5જી સેવાઓની ખુબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 5જી સેવા લોન્ચ થવા અંગે મોટા સમાચાર આવ્યા છે. Reliance AGM માં આજે મુકેશ અંબાણીએ દેશમાં 5જી સેવા લોન્ચ કરવા માટે ખુશખબર આપ્યા છે. આ ઉપરાંત આ સેવા અંગે અનેક જરૂરી વાતો પણ જણાવી છે. અત્રે જણાવવાનું કે Jio અને એરટેલ આ બે એવી ટેલિકોમ કંપનીઓ છે જેમણે કહ્યું છે કે તેઓ ઓગસ્ટ 2022 કે પછી સપ્ટેમ્બર 2022 સુધીમાં 5જી સેવાઓ ચાલુ કરી શકે છે. 

5જી પર થઈ મોટી જાહેરાત, દિવાળી સુધીમાં થશે લોન્ચ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રિલાયન્સ જિયોએ વર્લ્ડના ફાસ્ટેટ્સ 5જી રોલઆઉટ પ્લાન તૈયાર ક ર્યો છે. દિવાળી 2022 સુધીમાં મેટ્રો શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત મહત્વના શહેરોમાં 5જી સેવા લોન્ચ કરી દેવાશે. અમે દેશના દરેક તાલુકા, તહેસિલ, શહેરમાં 5જી સેવા પૂરી પાડીશું. 

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો 5જી સેવા તમામને દરેક જગ્યાએ અને દરેક ચીજને ઉચ્ચ ગુણવત્તા સાથે જોડશે. અમે ચીન અને અમેરિકાથી પણ આગળ ભારતને ડેટા સંચાલિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. 

આ પણ વાંચોઃ AAP announced the organization list: આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું, પાર્ટીએ સંગઠનની યાદી જાહેર કરી- વાંચો વિગત

ક્વાન્ટમ સિક્યુરિટી જેવા આધુનિક ફીચર્સ
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો 5જી સેવા તમામને દરેક જગ્યાએ અને દરેક ચીજને ઉચ્ચ ગુણવત્તા સાથે જોડશે. અમે ચીન અને અમેરિકાથી પણ આગળ ભારતને ડેટા સંચાલિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે દેશમાં એક એન્ડ ટુ એન્ડ 5જી સ્ટેક સર્વિસ વિક્સિત કરી છે. જે ક્વાન્ટમ સિક્યુરિટી જેવા આધુનિક ફીચર્સના સપોર્ટથી ક્લાઉડ નેટિવ, ડિજિટલી મેનેજ્ડ છે. તેને અમારા 2000થી વધુ યુવા એન્જિનિયરો દ્વારા 3 વર્ષની આકરી મહેનતથી વિક્સિત કરાઈ છે. 

પહેલા દિવસથી જ કરોડો યૂઝર્સને સેવાઓ આપવાની ક્ષમતા
તેમણે કહ્યું કે અમે અમારા નેટવર્કમાં મેડ ઈન ઈન્ડિયા 5જી સ્ટેકને પહેલેથી લાગૂ કરી દીધો છે. અમારી પાસે પહેલા દિવસથી કરોડો યૂઝર્સને સેવાઓ આપવાની પૂરતી ક્ષમતા છે.  બીજી બાજુ રિલાયન્સના જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે જિયો 5G નું લેટેસ્ટ વર્ઝન લાવશે જેને ‘standalone 5G’ ના નામથી ઓળખાશે. સમગ્ર ભારતને 5જી નેટવર્કથી જોડવા માટે જિયો 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 

આકાશ અંબાણીએ જીયો 5જીના પ્રેઝન્ટેશન બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે કંપની ભારતીય બજાર માટે ખુબ જ સસ્તા સ્માર્ટફોન વિક્સિત કરવા માટે ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં 5જીની શરૂઆત સાથે હાલમાં 80 કરોડ કનેક્ટેડ ઈન્ટરનેટ ડિવાઈસિસની સંખ્યા બમણી થઈને માત્ર એક વર્ષમાં 150 કરોડ થઈ જશે. 

આરઆઈઆલના પ્રેસિડેન્ટ કિરણ થોમસે કહ્યું કે ‘JioAirFiber’ ના ઉપયોગથી ગ્રાહક એક વર્ચ્યુઅલ પીસી-જિયો ક્લાઉડ પીસીનો ઉપયોગ કરી શકે છે. આ માટે કોઈ વચગાળાનું રોકાણ, કોઈ અપગ્રેડ કરવાની જરૂર નથી. તે દરેક ભારતીય ઘર અને બિઝનેસમાં એક પીસી, એટલે સુધી કે અનેક પીસીનો પાવર લાવવા માટે ખુબ જ સસ્તી રીત છે. 

આ પણ વાંચોઃ Ranveer Singh statement: ન્યુડ ફોટોશુટ વિવાદ બાબતે રણવીર સિંહે પોલીસને આપ્યુ પોતાનું નિવેદન- જાણો શું કહ્યુ અભિનેતાએ?

Gujarati banner 01