FMCG Business

FMCG Business: હવે ગ્રાહકોને સસ્તામાં રોજબરોજની વસ્તુઓ મળી રહેશે, ઇશા અંબાણીએ કરી મોટી જાહેરાત

FMCG Business: ઈશાએ કહ્યું કે અમારો બિઝનેસ લોન્ચ થયા બાદ ગ્રાહકોને સસ્તામાં રોજબરોજની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે

બિઝનેસ ડેસ્ક, 29 ઓગષ્ટઃ FMCG Business: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ આજે પોતાની વાર્ષિક બેઠકમાં મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ બેઠકમાં જણાવ્યું કે તેઓ આ વર્ષે પોતાના FMCG Business ને લોન્ચ કરશે. 

સસ્તામાં મળશે રોજબરોજનો સામાન
રિલાયન્સ આ વર્ષે પોતાના ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ને લોન્ચ કરશે. રિલાયન્સના આ બિઝનેસને લોન્ચ કરવાથી સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. ઈશાએ કહ્યું કે અમારો બિઝનેસ લોન્ચ થયા બાદ ગ્રાહકોને સસ્તામાં રોજબરોજની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે. 

સસ્તામાં મળશે હાઈક્વોલિટી પ્રોડક્ટ્સ
ઈશા અંબાણીએ કહ્યું કે આ બિઝનેસને લોન્ચ કરવાનો હેતુ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સને સસ્તા ભાવે જનતાને ઉપલબ્ધ કરાવવાનો છે. આ સાથે જ ભારતમાં રહેતા લોકોને રોજબરોજનો સામાન અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો છે. 

આ પણ વાંચોઃ Reliance Industries AGM: રિલાયન્સની આજે 45મી AGM યોજાઈ, દેશમાં દિવાળી 2022 સુધીમાં 5જી સેવા લોન્ચની કરી જાહેરાત

આ પણ વાંચોઃ AAP announced the organization list: આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું, પાર્ટીએ સંગઠનની યાદી જાહેર કરી- વાંચો વિગત

Gujarati banner 01