Ranveer Singh statement

Ranveer Singh statement: ન્યુડ ફોટોશુટ વિવાદ બાબતે રણવીર સિંહે પોલીસને આપ્યુ પોતાનું નિવેદન- જાણો શું કહ્યુ અભિનેતાએ?

Ranveer Singh statement: રણવીરે કહ્યું હતું કે તેને એ વાતનો ખ્યાલ નહોતો કે આ રીતે એક ફોટોશૂટ મુશ્કેલી ઊભી કરી દેશે. તે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માગતો નહોતો

મુંબઇ, 29 ઓગષ્ટઃ Ranveer Singh statement: એક્ટર રણવીર સિંહે જુલાઈ મહિનામાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની પર કેસ કરવામાં આવ્યો હતો. રણવીર સિંહે હવે આ કેસમાં પોતાનું નિવેદન આપ્યું છે. રણવીર સિંહની 22 ઓગસ્ટે પૂછપરછ થવાની હતી, પરંતુ તેણે વધુ સમય માગ્યો હતો.

આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ રણવીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગે આવ્યો હતો. અહીંયા બે કલાક સુધી રણવીર સિંહે પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યુ હતું.

આ પણ વાંચોઃ Girl burnt alive in dumka: ઝારખંડના દુમકામાં યુવતીને જીવતી સળગાવતા લોકોમાં રોષ, જાણો શું છે મામલો?

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણવીર સિંહે પૂછપરછમાં પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. રણવીરે કહ્યું હતું કે તેને એ વાતનો ખ્યાલ નહોતો કે આ રીતે એક ફોટોશૂટ મુશ્કેલી ઊભી કરી દેશે. તે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માગતો નહોતો.

Ranveer Singh statement

પૂછપરછમાં પોલીસે રણવીરને વિવિધ સવાલો કર્યા હતા, જેમાં ન્યૂડ ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ કઈ કંપની સાથે હતો, ફોટોશૂટ ક્યાં શૂટ કરવામાં આવ્યું હતું, કઈ તારીખે શૂટ થયું? તમને લોકોની ભાવનાને ઠેસ પહોંચશે તે ખ્યાલ હતો? જેવા પ્રશ્નો સામેલ છે.

નોંધનીય છે કે રણવીર વિરુદ્ધ મુંબઈની એક સ્વૈચ્છિક સંસ્થાએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાએ કહ્યું હતું કે રણવીરે પોતાના ન્યૂડ ફોટોથી મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે અને તેમનું અપમાન કર્યું છે. આથી આ તસવીરો હટાવવામાં આવે. આ સાથે જ રણવીરની ધરપકડની માગણી પણ કરી હતી. રણવીર વિરુદ્ધ 509, 292, 293 તથા IT એક્ટની 67A હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Announcement regarding Tarnetar Mela: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Gujarati banner 01