TATA

Tata Group will make iPhone: ટાટા ગ્રુપ હવે દેશમાં બનાવશે એપલના આઇફોન! જાણો ક્યારે થશે લૉન્ચ

Tata Group will make iPhone: વર્ષના અંત સુધીમાં આ ફોન યુઝર્સની વચ્ચે લૉન્ચ થઈ શકે છે

બિજનેસ ડેસ્ક, 16 મેઃ Tata Group will make iPhone: ટાટા ગ્રુપ હવે દેશમાં એપલના આઈફોન બનાવવાનું કામ કરી રહ્યું છે. ગયા મહિને એપલના સીઈઓ ટિમ કૂક ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ મુંબઈમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ દરમિયાન ભારતમાં મેગા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન વિશે બંને વચ્ચે લાંબી વાતચીત ચાલી. કહેવામાં આવી રહ્યું છે કે, Apple એ ભારતમાં iPhone 15 સિરીઝના મેન્યુફેક્ચરિંગ માટે હાથ મિલાવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં આ ફોન યુઝર્સની વચ્ચે લૉન્ચ થઈ શકે છે.

એપલનો ટ્રેન્ડ શરૂઆતથી જ જોવામાં આવ્યો છે, નવા સપ્લાયરને હંમેશા નાના ઓર્ડર આપવામાં આવે છે, તેથી નવી કંપની વિશે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટાટા ગ્રુપ 2023ના Apple iPhone 15 સિરીઝના 5% ફોન બનાવશે. જ્યારે બાકીની કંપનીઓ- ફોક્સકોન, લક્સશેર અને પેગાટ્રોન પાસે તેનો પ્રાથમિક હિસ્સો હશે.

આ પણ વાંચો… Sameer Wankhede Latest news: સમીર વાનખેડે વિરુદ્ધ FIRમાં થયો મોટો ધડાકો, અધધ આટલા કરોડમાં થઇ હતી ડીલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો