Indian Women Died in Australia

Indian Women Died in Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાની હત્યા, મૃતદેહ કચરાપેટીમાંથી મળ્યો- વાંચો વિગત

Indian Women Died in Australia: અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી.

નવી દિલ્હી, 11 માર્ચઃ Indian Women Died in Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યાનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. મહિલાનો મૃતદેહ કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે તેના પતિએ કથિત રીતે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવા અહેવાલો છે કે મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.

આ પણ વાંચોઃ Board Exams : આજથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરુ, મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી. શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. સ્વેતાનો પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 5 માર્ચે ભારત આવી ગયો હતો. ત્યારથી, સ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો