Whatsapp Updates

whatsapp new features: વોટ્સ એપ યુઝર માટે સારા સમાચાર, હવે મળશે આ નવુ ફીચર- વાંચો વિગત

whatsapp new features: વોટ્સએપ ચેટબોટ અનેક લેંગવેજ સપોર્ટ સાથે આવશે

ટેક ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ whatsapp new features: મેટાએ ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે હાલમાં જ Misinformation Combat Alliance (MCA) સાથે ભાગીદારી કરી છે. આ માટે તે એક ડેડિકેટેડ ફેક્ટ ચેકિંગ હેલ્પલાઈન વોટ્સએપ માટે લોન્ચ કરશે. તે ડીપફેક અને AI-Generated મિસ ઈન્ફોર્મેશનને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

MCA એ કહ્યું કે આ ન્યૂ હેલ્પલાઈન પબ્લિક માટે આગામી મહિને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ કદાચ માર્ચમાં થઈ શકે છે. આ AI-Generated Media ની ખોટી જાણકારીને રોકવામાં મદદ કરશે. અનેક લોકોની છબી ખરડાતી અટકી શકે છે. અનેકવાર સાઈબર ક્રિમિનલ્સ કેટલાક સેલિબ્રિટીઓના ફોટાનો ઉપયોગ કરીને તેમના એક ફેક વીડિયો બનાવે છે. જેને ડીપફેક વીડિયો કહે છે.

આ પણ વાંચો:- Saudi Arabia: સાઉદી અરબમાં એક જ દિવસમાં સાત લોકોના માથા ધડથી અલગ કરાયા, જાણો શું હતો ગુનો

ઉલ્લેખનીય છે કે, (whatsapp new features) વોટ્સએપ ચેટબોટ અનેક લેંગવેજ સપોર્ટ સાથે આવશે. તેમાં અંગ્રેજી ઉપરાંત ત્રણ અન્ય રીજીઓનલ લેંગવેજનો પણ સપોર્ટ મળશે. તેના પર AI Deepfake ને રિપોર્ટ કરી શકાશે. MCA મુજબ યૂઝર્સે હેલ્પલાઈન પર એક મેસેજ સેન્ડ કરવાનો રહેશે, ત્યારબાદ સિસ્ટમ પોતાનું કામ કરશે અને ફેક્ટ ચેક કરશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો