News Flash 08

Saudi Arabia: સાઉદી અરબમાં એક જ દિવસમાં સાત લોકોના માથા ધડથી અલગ કરાયા, જાણો શું હતો ગુનો

Saudi Arabia: મંગળવારે સૌથી વધારે લોકોને મૃત્યુદંડ આપવાની ઘટના બની

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ Saudi Arabia: સાઉદી અરબના મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે આતંકવાદના આરોપ બદલ દોષી ઠેરવવામાં આવેલા સાત લોકોનુ માથુ તલવાર વડે ધડથી અલગ કરી દેવામાં આવ્યુ હતુ. 2022માં માર્ચ મહિનામાં સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને એ પછી મંગળવારે સૌથી વધારે લોકોને મૃત્યુદંડ આપવાની ઘટના બની હતી.

આ પણ વાંચો:- Jadeja Fan pose: ધોનીનો જબરો ફેન બન્યો જાડેજા, માહીના ઘરની બહાર ફોટો પડાવ્યો- સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

સાઉદી અરબની સત્તાવાર પ્રેસ એજન્સીના કહેવા અનુસાર આ સાતે વ્યક્તિઓ પર આતંકી સંગઠનો ઉભા કરવાનો અને તેને ફંડિંગ કરવાનો આરોપ હતો. જેમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા બાદ મોતની સજા સંભળાવવામાં આવી હતી.

આ સાતે વ્યક્તિઓ સાઉદી અરબના જ નાગરિક હોવાનુ મનાઈ રહ્યુ છે. જોકે તેમની નાગરિકતાનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

સાઉદી અરબે 2023માં 170 લોકોને ફાંસી આપી હતી અને 2024માં અત્યાર સુધી 29 લોકોને મોતની સજા આપવામાં આવી છે. એમેનેસ્ટી ઈન્ટરનેશનલના કહેવા અનુસાર 2022માં ચીન અને ઈરાનન બાદ સૌથી વધારે લોકોને મોતની સજા સાઉદી અરબમાં ફટકારવામાં આવી હતી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો