Amdavad news update: શહેરના અલગ-અલગ વિસ્તારમાં એક સાથે ત્રણ દુષ્કર્મની ઘટના

Amdavad news update: વેજલપુરમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ

રામોલમાં સગીરાને ફસાવી બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ, સોલામાં પરણિતાએ પ્રેમી વિરૂદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ , ૦૪ સપ્ટેમ્બર: Amdavad news update: અમદાવાદ શહેરમાં વેજલપુર, સોલા અને રામોલમાં એક સાથે ત્રણ દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. પ્રથમ બનાવવામાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રેમીએ કેફી પીણું પીવડાવી પ્રેમિકા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા પાડી લીધા હતા. આ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ પ્રેમી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં (Amdavad news update) રામોલ વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવકે સગીરાને લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાને તેના પરિવારને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 14 વર્ષની સગીરાને 20 વર્ષીય યુવકે લલચાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે રામોલ પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…Civil hospital good news: સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય; સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત થશે

જ્યારે સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. લગ્ન બાદ પણ પ્રેમી પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખતો હતો. ચોટીલા સહિતની જગ્યાએ લઈ જઈ હોટલ અને બસમાં શારીરિક સંબંધ બાંધતો હોવાની ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Whatsapp Join Banner Guj