Rape case

Gangrape With Teenager in Surat: સુરતમાં લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ગેંગરેપ

Gangrape With Teenager in Surat: પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપિસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી

સુરત, 27 જાન્યુઆરીઃ Gangrape With Teenager in Surat:સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં કોઈ સુધારો ન આવ્યો હોય એમ લાગી રહ્યું છે. કિશોરીઓ એક પછી એક પીંખાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે, જેથી ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં, પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપિસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઈ કે.બી. દેસાઈએ જણાવ્યું હતું કે લગ્ન ન કરવાને લઈ ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલાં કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે.કિશોરીએ ધોરણ-9 સુધીનો અભ્યાસ કર્યો છે. માતાએ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. હજી મેડિકલ તપાસ બાકી છે.

કે.બી.દેસાઈ (પીએસઆઈ ડિંડોલી)એ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી સૂરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યાર બાદ બન્ને અલગ અલગ જગ્યા પર રહેતાં હતાં. જોકે દાનત બગડતાં સૂરજસિંહે કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પછી અવારનવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ Mauni roy wedding photo: અભિનેત્રી મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગોવામાં મલયાલી રીતિ-રિવાજથી લગ્ન કર્યાં, જુઓ ફોટોઝ

કિશોરીને રૂમ બદલતાં બદલતાં સૂરજસિંહનો સંપર્ક બીજા બે જણા સાથે થયો હતો. ઘરે અવારનવાર રહેતા બન્ને મિત્રોની નજર કિશોરીને જોઈ બગડી હતી, જેને લઈ સૂરજસિંહના બન્ને મિત્રો થોડા સમય પહેલાં 16 વર્ષીય કિશોરીને SMC આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેનો વિરોધ કરતાં સૂરજે કિશોરી સાથે મારઝૂડ કરતાં તે ઘર છોડી ચાલી ગઈ હતી.

દુષ્કર્મ બાદ કિશોરી રખડતી હાલતમાં ફર્નિચરની દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતાં તેણે સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જોકે આ બાબતની જાણ સૂરજસિંહને થઈ જતાં એ સંજયભાઈના ઘરે કિશોરીને મળવા આવતાં તમામ હકીકત બહાર આવી હતી. એને લઈ સંજયભાઈની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વાર ખખડાવતાં ત્રણેય નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેઇન કરાયા હતા.

Gujarati banner 01