Woman bootlegger caught

Woman bootlegger caught: અંબાજી ખાતે એક્ટિવા વિદેશી દારૂની હોમડિલેવરી કરતી મહિલા બુટલેગર માયા ઝડપાઇ, પોલીસે કરી કાર્યવાહી

Woman bootlegger caught: મહીલા ને એક્ટીવા ની ડીક્કી ની ઝડતી લેતાં ડીક્કી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોતલો જોવા મળી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 13 જુલાઇઃ Woman bootlegger caught: યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાંક સમય થી એક મહિલા બુટલેગર દ્વારા દારૂ ની હોમડિલેવરી આપી વેપાર ધંધો કરતાં હોવાની ભારે બુમરાડ ઉઠી હતી જેને લઇ અંબાજી પોલીસ સતત આ મહિલા ની શોધ માં લાગી હતી. જ્યારે જોગા નું જોગ અંબાજી પોલીસ પ્રેટ્રોલીંગ માં હતી.

તે દરમીયાન અંબાજી ગબ્બર પાસે એક મહિલા પોતાની એક્ટીવા ઉપર શંકાસ્પદ હાલત માં જતી હોઇ પોલીસે તેને કોડન કરી ઉભી રાખી હતી ને મહિલા ને એક્ટીવા ની ડીક્કી ની ઝડતી લેતાં ડીક્કી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોતલો જોવા મળતાં પોલીસે અન્ય બે પંચો ને બોલાવી સમગ્ર ઘટનાં ની હકીકત ની જાણ કરી હતી.

Woman bootlegger caught 1
આરોપી માયા

આ પણ વાંચોઃ 36th National Games 2022: ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ગૃહ અને રમતગમત મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ

એક્ટીવા ચાલક મહિલા નું નામ પુછતાં પોતાનું નામ માયાબેન રાજુસીંહ રાજપુત રહે.જોડ વિસ્તાર(કુંભારીયા),અંબાજી ની હોવાનું જણાવેલ ને દારૂ ની ડીક્કી ભરેલી એક્ટીવા નંબર- જીજે 08 બીઇ 3313 માંથી વિવિધ બ્રાંડ ની કુલ 18 બોટલો મળી આવી હતી જેની કિંમત અંદાજે 6 હજાર ની તથાં આ દારૂ ને હેરાફેરી માટે કામ માં લેવાયેલી એક્ટીવા ની કિંમત રૂપીયા 25 હજાર ની આમ કુલ 31 હજાર જેટલાં નું મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર પાસ પ્રમીટ વગર દારૂ ની હેરાફેરી કરવાં ને તેનું વેંચાણ કરવાં બદલ આરોપી મહિલા માયાબેન રાજપુત ની ધરપકડ કરી કાર્યદેસર ની કાર્યવાહી કરી છે.

જોકે આ મહીલા અગાઉ નામદાર કોર્ટ માં ભરણપોષણ નો દાવો માંડેલો છે ત્યારે ગેરકાયદેસર દારુ ની હેરાફેરી કરી તેનો વેપાર કરતાં હોવાની હકીકત ને લઇ તેનાં ભરણપોષણ નાં દાવા ઉપર આ તમામ ઘટનાં ની અસર પડી શકે તેવું લાગી રહ્યુ છે.

આ પણ વાંચોઃ National Mineral Development Award: રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિ, ખાણ અને ખનિજ ક્ષેત્રે ગુજરાત અવ્વલ

Gujarati banner 01