News Flash 05

2 indian students died: અમેરિકામાં કાર અકસ્માતમાં 2 ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો, વાંચો વિગત

2 indian students died:’અકસ્માતનુ કારણ તો જાણવા નથી મળ્યુ પણ તેમાં બે ભારતીય વ્યકિતઓના મોત થયા છે

whatsapp banner

નવી દિલ્હી, 24 એપ્રિલઃ 2 indian students died:એરિઝોના રાજ્યના કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર 20 એપ્રિલે સાંજના સમયે બે કારો વચ્ચે ટકકર થઈ હતી. પોલીસે કહ્યુ હતુ કે, ‘અકસ્માતનુ કારણ તો જાણવા નથી મળ્યુ પણ તેમાં બે વ્યકિતઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે.’

આ પણ વાંચો:- PM Gujarat Election Campaign:ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, આ શહેરોમાં સભા સંબોધશે- વાંચો વિગત

પોલીસે માહિતી આપી હતી કે, ‘મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓ પૈકી એકનુ નામ નિવેશ મુકકા અને બીજાનુ નામ ગૌતમ પારસી છે. આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા. તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઈવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો