PM modi speech

PM Gujarat Election Campaign:ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, આ શહેરોમાં સભા સંબોધશે- વાંચો વિગત

PM Gujarat Election Campaign: 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે

whatsapp banner

ગાંધીનગર, 24 એપ્રિલઃ PM Gujarat Election Campaign: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક માટે 7 મે ના રોજ મતદાન થવાનું છે. જો કે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતના રણમેદાનમાં ઉતારવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને આદિવાસી પટ્ટામાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે. ગુજરાતમાં ભાજપ કાર્પેટ બોમ્બિંગ કરવાનું છે. આ સમયે દેશમાથી કેન્દ્રીય નેતાઓની ફૌજ પણ ઉતરવાની છે. હવે વધારે દિવસ ન હોવાથી ભાજપનું ધ્યાન હવે ગુજરાત પર છે. 26મીએ બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન છે.

આ પણ વાંચો:- Meeting of Porbandar district BJP workers: સી.આર. પાટીલની હાજરીમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની મળી બેઠક

વડાપ્રધાન દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ વડાપ્રધાનની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે…ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે વડાપ્રધાન મોદી સભાઓ ગજવશે.

7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો