bada accident

Banda scooty accident: યુપીના બાંદામાં કાંઝાવાલા જેવી ઘટના, ત્રણ કિમી સુધી ઘસડી ગઈ ટ્રક, સ્કૂટી સહિત જીવતી સળગી મહિલા

Banda scooty accident: બાંદાના એએસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે સ્કૂટી પર સવાર મહિલા યુનિવર્સિટીમાં ટીચર હતી અને તે લખનઉની રહેવાસી છે, તેની સ્કૂટી ટ્રકમાં ફસાઈ ગઈ હતી. ઘર્ષણને કારણે આગ ફાટી નીકળી અને તેનું મૃત્યુ થયું હતું.

દિલ્હી, 05 જાન્યુઆરી: Banda scooty accident: દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના ઉત્તર પ્રદેશના બાંદામાં સામે આવી છે. અહીં એક ટ્રકે સ્કૂટી પર સવાર એક મહિલાને ટક્કર મારી દીધી અને અકસ્માત બાદ તેને લગભગ ત્રણ કિમી સુધી ખેંચી ગયો. આ પછી ટ્રકમાં આગ લાગી અને સ્કૂટી સહિત મહિલા આગમાં દાઝી જવાથી તેનું દર્દનાક મોત થયું.

બાંદાના એએસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે સ્કૂટી પર સવાર મહિલા યુનિવર્સિટીમાં ટીચર હતી અને તે લખનઉની રહેવાસી છે, તેની સ્કૂટી ટ્રકમાં ફસાઈ ગઈ હતી. ઘર્ષણને કારણે આગ ફાટી નીકળી અને તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે સાંજે બાંદા શહેર મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર મવાઈ બુઝર્ગ બાયપાસ પાસે બની હતી. કહેવાય છે કે મહિલા સ્કૂટી પરથી શાકભાજી ખરીદીને મવાઈ બુજુર્ગ ચાર રસ્તા જઈ રહી હતી. દરમિયાન કૃષિ યુનિવર્સિટીના ગેટ પાસે ટ્રકે મહિલાને કચડી નાખી. અકસ્માતમાં સ્કૂટી ટ્રકની નીચે ફસાઈ ગઈ અને ડ્રાઈવર લગભગ ત્રણ કિમી સુધી તેને ઘસડતો લઈ ગયો.

દરમિયાન ઘર્ષણના કારણે ટ્રકના આગળના ભાગમાં આગ લાગી હતી. સ્કુટી સહિત મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. ટ્રકમાં આગ લાગતાની સાથે જ ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો.

આ પણ વાંચો:Ayodhya ram mandir big decision: રામલલાના અભિષેકની આવી તારીખ, મૂર્તિને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો