nupur sharma

Bhim Army Chief Satpal Tanwar arrested: ભીમ આર્મી ચીફ સતપાલ તંવરની ધરપકડ, નૂપુરની જીભ કરડવા પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર

અમદાવાદ, 17 જૂન: Bhim Army Chief Satpal Tanwar arrested: ભીમ આર્મીના વડા નવાબ સતપાલ તંવરની ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ધમકી આપવા બદલ પોલીસે ધરપકડ કરી છે. ગુરુગ્રામમાં તંવરના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તંવરે ભૂતકાળમાં જાહેરાત કરી હતી કે, જે કોઈ નુપુરની જીભ ઉતારશે તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ભીમ આર્મી ચીફ સતપાલ તંવર (Bhim Army Chief Satpal Tanwar arrested) વિરુદ્ધ કાનપુરમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ખબર છે કે સતપાલે કહ્યું હતું કે જે કોઈ નુપુર શર્માની જીભ લાવશે તેને એક કરોડનું ઈનામ આપશે. ડીસીપી પૂર્વ પ્રમોદ કુમારે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ગંભીર કલમો માટે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારથી મુસ્લિમ સમાજના લોકોમાં નુપુર શર્મા પ્રત્યે ભારે નારાજગી છે.

છેલ્લા ઘણા દિવસથી ભારતમાં નુપૂર શર્માના વિરોધમાં અને તેના સમર્થનમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ તેનો ખુબ જ વિરોધ થઇ રહ્યો છે તો બીજી ભારતના ઘણા લોકો તેના સમર્થનમાં ટ્વિટ્ટ કરી છે.

આ પણ વાંચો..Sankashti Chaturthi 2022: સંકષ્ટી ચતુર્થી પર બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ! પૂજાની તારીખ, સમય જાણો

Gujarati banner 01