Blast in Battery of electric scooter

Blast in Battery of electric scooter: મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગ દરમિયાન ફાટતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યુ- વાંચો વિગત

Blast in Battery of electric scooter: ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ઘરમાં ચાર્જ કરવા મૂકી હતી ત્યારે અચાનક ફાટી

મુંબઇ, 02 ઓક્ટોબરઃ Blast in Battery of electric scooter: અત્યારે લોકો ઇલેટ્રીક વાહન લેવા તરફ વળી રહ્યાં છે, તેવામાં મુંબઇની એક ચોંકાવનારી ઘટના સામી આવી છે. ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ઘરમાં ચાર્જ કરવા મૂકી હતી ત્યારે અચાનક ફાટી હતી. તેને કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી અને તેમાં 7 વર્ષીય બાળક શબ્બીર અન્સારી ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેને શ્વાસ છોડી દીધા હતા. વસઈ માણિકપુર અત્યારે આ મામલે એડીઆર અંતર્ગત કેસ દાખલ કરી તપાસમાં લાગી ગઈ છે.

વસઈ પૂર્વના રામદાસનગરમાં શહનવાઝ અન્સારી પત્ની, માતા અને બાળક સાથે રહે છે. 23 સપ્ટેમ્બરની સવારે 2.30 વાગ્યે શાહનવાઝે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી કાઢીને તેને ચાર્જ કરવા માટે હોલમાં લગાવી હતી. ત્યારબાદ તે બેડરૂમમાં ઊંઘવા માટે ગયો હતો. ત્યારે અચાનક સવારે 5 વાગ્યે હોલમાં જોરદાર ધડાકો થયો હતો અને હોલમાં આગ લાગી ગઈ હતી. ત્યારે શરફરાઝ બેડરૂમની બહાર આવે ત્યાં સુધીમાં તો માતા સાથે ઊંઘેલા બાળક શબ્બીર અન્સારીને આગે ચપેટમાં લઈ લીધો હતો.

આ ઘટનાને પગલે તે ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. સાત વર્ષીય શબ્બીરના મોત પછી વસઈ માણિકપુર પોલીસ એડીઆર અંતર્ગત કેસ દાખલ કરે છે અને આ મામલે તપાસ કરી રહી છે. તેઓ કયા કારણોસર ચાર્જમાં લાગેલી બેટરી ફાટી અને માસૂબ બાળકનો જીવ ગયો તે અંગે તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ Youth killed in Surat: ગત રાત્રે સુરતમાં યુવકની હત્યા થઇ, ઘાતક હથિયારો દ્વારા કર્યો હતો હુમલો- વાંચો વિગત

આ પણ વાંચોઃ violence during football match: ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળતાં 127ના મોત- વાંચો શું છે મામલો?

Gujarati banner 01

Advertisement