knife attack

Youth killed in Surat: ગત રાત્રે સુરતમાં યુવકની હત્યા થઇ, ઘાતક હથિયારો દ્વારા કર્યો હતો હુમલો- વાંચો વિગત

Youth killed in Surat: દસ લોકોએ ભેગા થઈ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું કરૂણ મોત નિપજ્યું

સુરત, 02 ઓક્ટોબરઃ Youth killed in Surat: સુરત શહેરમાં ધીમે ધીમે ક્રાઇમ સીટી બની ગયુ છે, હત્યા જેવી ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી જ એક ઘટના ગતરોજ રાત્રે બની હતી. જેમાં જુના ઝઘડાની અદાવતમાં ખૂની ખેલને અંજામ આપવામાં આવ્યો હતો. યુવક અને તેના મિત્રો બેઠા હતા ત્યારે ઝઘડાની અદાવત રાખી કેટલાંક ઇસમો ઘાતક હથિયારો સાથે આવ્યા હતા. જોકે બેઠેલા તમામ લોકો ભાગી ચૂક્યા હતા પણ રોહિત નામના એક યુવકની બાઈક સ્લીપ થઈ જતા તે હાથમાં આવી જતાં, દસ લોકોએ ભેગા થઈ તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

સિલ્ક સીટી, ડાયમંડ સિટી, અને બ્રીજ સીટી તરીકે ઓળખાતું સુરત હવે ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે તેની પાછળ સુરત પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે. સુરત પોલીસ ગુનાખોરી ડામવાની માત્ર વાતો જ કરે છે. આ વચ્ચે અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે રોહિત નામના યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ violence during football match: ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળતાં 127ના મોત- વાંચો શું છે મામલો?

શું હતો મામલો?

રોહિત રાજપૂત તેના 6 જેટલા મિત્રો સાથે ઘર નજીક બેસેલો હતો ત્યારે જૂના ઝઘડાની અદાવતમાં મિલન નામનો વ્યક્તિ પોતાની સાથે આઠથી દસ લોકોને લઈને આવ્યો હતો. તેમની પાસે કેટલાંક ઘાતક હથિયારો પણ હતા. જૂના ઝઘડાની અદાવતને લઈને તે હુમલો કરે તે પહેલા જ રોહિત સાથે બેઠેલા તમામ લોકો ભાગી ચુક્યા હતા. જ્યારે રોહિતનું બાઈક સ્લીપ થઈ જતા તે આ ઈસમોના હાથમાં આવી ગયો હતો. આ ઈસમો દ્વારા તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જેના પગલે તેનું મોત નિપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક અસરથી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હત્યારાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat has increased the sports budget: 20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે રાજ્યએ સ્પોર્ટ્સ બજેટમાં કર્યો વધારો

Gujarati banner 01