Plastic bottle thrown at CM Kejriwal at Garba event

Plastic bottle thrown at CM Kejriwal at Garba event: કેજરીવાલ પર અજાણ્યા વ્યક્તિએ બોટલ ફેંકી, ખોડલધામમાં રાસોત્સવની મુલાકાત દરમિયાન બની આ ઘટના

Plastic bottle thrown at CM Kejriwal at Garba event: કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલનો ઘા કર્યો

રાજકોટ, 02 ઓક્ટોબરઃ Plastic bottle thrown at CM Kejriwal at Garba event: દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની સીટ પર છે. અત્યાર સુધી ઘણી વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના અનેક શહેરોની મુલાકાત કરી ચુક્યા છે. ગઈકાલે રાજકોટમાં સભા ગજવી હતી. તો સાથે જ રાજકોટ ખાતે ખોડલધામ રાસોત્સવમાં હાજરી આપી હતી.

કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલનો ઘા કર્યો હતો. ખોડલધામ રાસોત્સવમાં કેજરીવાલ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના ખોડલધામના નોર્થ ઝોનના દાંડિયામાં મહેમાન બન્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા.

જ્યાં તેમણે રાસગરબાના ઉત્સવમાં હાજરી આપી હતી. આ સમયે ટીખળખોરે પાણીની બોટલ ફેંકી હતી પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. મા અંબાની આરતી કરી કેજરીવાલે પાટીદારો સાથે બેઠક પણ યોજી હતી.

આ પણ વાંચોઃ Blast in Battery of electric scooter: મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગ દરમિયાન ફાટતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યુ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Youth killed in Surat: ગત રાત્રે સુરતમાં યુવકની હત્યા થઇ, ઘાતક હથિયારો દ્વારા કર્યો હતો હુમલો- વાંચો વિગત

Gujarati banner 01