amit shah 1

CAA ipmlement anytime in India: લોકસભા ચૂંટણી પહેલા લાગૂ થશે CAA કાયદો, નિયમોને લઇ જાહેર થઇ શકે છે નોટિફિકેશન

CAA ipmlement anytime in India:સીએએ નિયમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારતમાં અલ્સપસંખ્યકોને ભારતીય નાગરિકો આપવાનો કાયદો છે.

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: CAA ipmlement anytime in India: દેશભરમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સીએએ લાગૂ થઈ શકે છે. ગૃહમંત્રાલય આચાર સિંહતા લાગૂ થતાં પહેલા કોઈ પણ સમયે સીએએ નિયમોને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે. સીએએ નિયમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારતમાં અલ્સપસંખ્યકોને ભારતીય નાગરિકો આપવાનો કાયદો છે.

Teaser Of The Sabarmati Report: એક્ટરે ગોધરાકાંડ આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટિઝર કર્યું રિલીઝ

CAA અંતર્ગત કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા બિન મુસ્લિમ પ્રવાસીઓ- હિન્દુઓ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈને ભારતીય નાગરિકતા આપવા માગે છે. જે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા સીએએ પારિત કર્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ દેશના અમુક ભાગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા. ચાર વર્ષથી વધારે સમય થયા બાદ સીએએને લાગૂ કરવા માટે નિયમ બનાવવા જરુરી છે. અધિકારીઓએ કહ્યું કે નિયમ તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો