Godhara film

Teaser Of The Sabarmati Report: એક્ટરે ગોધરાકાંડ આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટિઝર કર્યું રિલીઝ

બોલિવુડ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Teaser Of The Sabarmati Report: ’12th Fail’ની સફળતા બાદ એક્ટર વિક્રાંત મેસીએ વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત વધુ એક ફિલ્મ સાઈન કરી છે. વિક્રાંત મેસી રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’માં કામ કરશે જેની સ્ટોરી 2002ના ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત છે.

ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે હવે થોડા સમય પહેલા રિલીઝ થયેલ આ ફિલ્મના ટીઝરે તેમના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે. આ ટીઝરમાં સ્ટોરીની એક ઝલક જોવા મળી છે જેને દર્શકો ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો:- whatsapp new features: વોટ્સ એપ યુઝર માટે સારા સમાચાર, હવે મળશે આ નવુ ફીચર- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, વિડિયોમાં વિક્રાંત મેસી હિન્દી પત્રકાર સમર કુમારની ભૂમિકામાં નજર આવી રહ્યો છે જે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સ્ટુડિયોમાં બેસીને ગોધરા ટ્રેન સળગવાની ઘટનાની ખબર આપતો નજર આવી રહ્યો છે. જેમાં આ ટ્રેન દુર્ઘટનાને ષડયંત્રની ઘટના ગણાવવામાં આવી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો