maharashtra times edited

Corona Caller Tune: ઐતિહાસિક રેકોર્ડ નોંધાવા સાથે જ બદલાઈ ગઈ કોરોનાની કોલર ટ્યૂન- વાંચો વિગત

Corona Caller Tune: વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃCorona Caller Tune: દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવાની સાથે ઐતિહાસિક રેકોર્ડ નોંધાવામાં આવ્યો છે. તો વળી 100 કરોડ વેક્સિન ડોઝ લાગતાની સાથે જ આપના મોબાઈલમાં વાગતી કોલર ટ્યૂન બદલાઈ ગઈ છે. જો તમે કોલ કરશો તો, આપને કરોના મહામારી પ્રત્યે એલર્ટ કરતી કોલર ટ્યૂનની જગ્યાએ વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે.

મોબાઈલ ફોન યુઝર્સને કોલ કરવા પર કોરોના મહામારી પ્રત્યે સતર્ક કરવા માટે કોલર ટ્યૂન સંભળાતી હતી. જોકે હવે કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર જવાની કોલર ટ્યૂન સંભળાશે.

આ પણ વાંચોઃ Central Employees: કેન્દ્રના કર્મચારી અને પેન્શનર્સને સરકાર તરફથી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Whatsapp Join Banner Guj