EvW4QjsVEAI85yC

COVID 19 Vaccine : આજથી સિનિયર સિટીજન માટે વેક્સિનની પ્રક્રિયા શરુ, વડાપ્રધાન મોદીએ લીધી પહેલી રસી- જાણો કોણ છે પીએમને રસી આપનાર….

COVID 19 Vaccine

નવી દિલ્હી, 01 માર્ચઃ આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન(COVID 19 Vaccine) આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે. આજે દેશભરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. વેક્સિન લગાવ્યા પછી પીએમ મોદીએ અપીલ કરી કે આ ચરણમાં પસંદ કરેલા તમામ લોકો વેક્સિન લગાવડાવે. પોન્ડિચેરીની નર્સ પી નેવદાએ પીએમ મોદીને કોવેક્સિનની દોઝ લગાવી છે.

PM મોદીની વેક્સિનેશનની તસ્વીર જે સામે આવી છે તેમાં બે નર્સ જનર આવી રહી છે. તેમાં PM મોદીને વેક્સીન લગાવનાર નર્સ પોંડિચેરીની રહેવાસી છે. જ્યારે બીજી કેરલની રહેવાસી છે. દેશમાં કોરોના રસીકરણ બીજું ચરણ આજથી શરૂ થઈ ગયું છે. જેમાં જે લોકોની ઉંમર 60 વર્ષ છે તેમની સાથે-સાથે 59 વર્ષ સુધીના તે લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. જે ગંભીર બીમારીઓથી ગ્રસ્ત છે.

પીએમ મોદીએ AIIMSમાં કોવિડનો પહેલો ડોઝ લીધો. લોકોને કોઈ પરેશાની ન થાય માટે પીએમ મોદીએ વગર કોઈ તૈયારીએ AIIMS પહોંચી ગયા. રસી લાગવ્યા પછી પીએમ કમોદીએ અડધા કલાક સુધી ઉભી વેક્સિનના પ્રોટોકોલને ફોલો કર્યા.

સૌથી ખાસ વાતએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જે વેક્સિન લગાવી છે જે ભારત બાયોટેકની કોવેક્સિન છે. દિલ્હીની AIIMSમાં પીએમ મોદીએ કોવેક્સિનનો ડોઝ લીધો છે. આ વેકિસનને ભારત બાયોટેકએ ડેવલપ કર્યો છે. વિપક્ષ દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવા પર સવાલ ઉભા કર્યા હતા. સાથે જ વેક્સિનની ગંભીરતા પર સવાલ ઉભા કર્યા હતા.

Whatsapp Join Banner Guj

એટલું જ નહીં, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે પણ વેક્સિનને લઈને વિવાદ થયો છે. પરંતુ હવે PM મોદીએ ભારત બાયોટેકની જ કો-વેક્સીનના ડોઝ લઈને તમામ પ્રશ્ન ચિંન્હો પર લગામ લગાવી છે.

આ પણ વાંચો….

Vaccine rate: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ખાનગી હોસ્પિટલમાં આ ભાવે મળશે વેક્સિન