Surgical Camp Naroda: 24 થી 29 જાન્યુઆરી દરમિયાન નરોડા મુઠીયા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્જીકલ કેમ્પનું આયોજન, કરાવો હેલ્થ ચેકઅપ

Surgical Camp Naroda: અર્બન હેલ્થ સેન્ટરમાં દરેક દિવસે સર્જીકલ સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સની સુવિધા ઉપલબ્ધ રહેશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ Surgical Camp Naroda: આગામી 24 થી 29 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત નરોડા મુઠીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશેષ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેટ, આંતરડા, લીવર, કિડની, હાડકા, કાન, નાક, ગળા ના વિવિધ ઓપરેશન્સ માટે જરૂરી માર્ગદર્શન અને સારવાર કરી આપવામાં આવશે.

આ ઉપરાંત માઇનોર ઓપરેશન્સ જેવા કે ચરબીની ગાંઠ, રસોળી,સાદી ગાંઠ, પરુની ગાંઠ-ગૂમડું વગેરેના એ જ દિવસે કે બીજા દિવસે ઓપરેશન્સ ફ્રીમાં કરી આપશે.કાનની બુટ સાંધવાનું ટાંકા વાળું ઓપેરશન બારીક દોરા થી ફ્રી માં કરી આપશે.


સ્થાનિક કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકીના જણાવ્યા અનુસાર હવેથી નરોડા મુઠીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચે મુજબના સર્જીકલ સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સની સુવિધા ઉપલબ્ધ છે,
(1) જનરલ એન્ડ ગૅસ્ટ્રો સર્જન -સોમ થી શનિ
(2) હાડકાના નિષ્ણાત ઓર્થો સર્જન -મંગળ,ગુરુ, શનિ
(3) કાન, નાક, ગળા ના નિષ્ણાત સર્જન -સોમ, બુધ, શુક્ર

આ પણ વાંચોઃ Vijay Rawat to join BJP: દિવંગત CDS જનરલ બિપિન રાવતના ભાઈ કર્નલ વિજય રાવત ભાજપમાં જોડાશે- વાંચો વિગત

Gujarati banner 01