Gangster kala jathedi Marries Lady don

Gangster kala jathedi Marries Lady don: ભારે સુરક્ષા વચ્ચે ગેંગસ્ટર કાલા જથેડીએ લેડી ડોન અનુરાધા ચૌધરીએ કર્યા લગ્ન- વાંચો વિગત

Gangster kala jathedi Marries Lady don: કોર્ટની મંજૂરી મુજબ સંદીપને ફરી આજે એટલે કે 13માર્ચે સોનીપતમાં તેના ગામ જથેડી ખાતે ગૃહ પ્રવેશની વિધિ માટે લઈ જવામાં આવશે

નવી દિલ્હી, 13 માર્ચઃ Gangster kala jathedi Marries Lady don: કાલા જથેડી તરીકે ઓળખાતા ગેન્ગસ્ટર સંદીપે મેડમ મિન્ઝ તરીકે ઓળખાતી લેડી ડોન અનુરાધા ચૌધરી સાથે દિલ્હીના દ્વારકામાં એક બેન્ક્વે હોલમાં કર્યા હતા. બે ડઝનથી વધુ ફોજદારી કેસોનો સામનો કરી રહેલા સંદીપને ભારે સુરક્ષા વચ્ચે પોલીસ વેનમાં મંગળવારે સવારે 10.15કલાકે જામીન પર છુટેલી હિસ્ટરી શીટર અનુરાધા સાથે લગ્ન કરવા લવાયો હતો. બંને આરોપીઓ અનેક ગંભીર કેસોમાં સંડોવાયેલા છે. કોર્ટે મંજૂરી આપતા પોલીસ સુરક્ષા વચ્ચે તેમના લગ્ન થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મેટલ ડિટેક્ટરો, ડ્રોન અને સ્વેટ કમાન્ડોથી ગઢ બની ગયેલા બેન્ક્વેટમાં સંદીપ અને અનુરાધા દાખલ થયા હતા. સંભવિત ગેન્ગવોર નિવારવા તેમજ સંદીપને નાસી જતો રોકવા પોલીસે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. તિહાર જેલથી સાત કિલોમીટરના અંતરે આવેલા બેન્ક્વેનું બૂકીંગ સંદીપના વકીલે રૃા. 51 હજારમાં કર્યું હતું. પ્રત્યેક મહેમાનનું નામ રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું. મીડિયાકર્મીઓને પ્રવેશ ખાતે આવેલા કક્ષમાં રોકી રખાયા હતા પણ સમારંભ દરમ્યાન તેમને તેમના મોબાઈલ ફોન વિના પ્રવેશની મંજૂરી અપાઈ હતી.

આ પણ વાંચોઃ No Smoking Day 2024 : શા માટે ઉજવવામાં આવે છે નો સ્મોકિંગ ડે? જાણો ઇતિહાસ અને મહત્વ

સંદીપને સવારે 10થી સાંજે ચાર સુધી લગ્ન માટે મંજૂરી આપવામાં આવી હોવાથી તેને ૩.૫૦ કલાકે તિહાર પાછો લઈ જવાયો હતો. કોર્ટની મંજૂરી મુજબ સંદીપને ફરી આજે એટલે કે 13માર્ચે સોનીપતમાં તેના ગામ જથેડી ખાતે ગૃહ પ્રવેશની વિધિ માટે લઈ જવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો