Garba in swimming pool

Garba in swimming pool: ખેલૈયાઓએ ગરબા અને ચણીયાચોળી પહેરીને પાણીમાં બોલાવી ગરબાની રમઝટ- જુઓ વીડિયો

Garba in swimming pool: સ્વિમિંગ પુલમાં ગરબા કરતા પુરુષો અને મહિલાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ઉદયપુર, 28 સપ્ટેમ્બરઃ Garba in swimming pool: શારદીય નવરાત્રી શરુ થઇ ચુકી છે, કોરોના(Corona) પછી પહેલી વાર આ વખતની નવરાત્રી છૂટથી થવાની છે અને લોકોએ પણ મન મૂકીને તેની તૈયારીઓ કરી રાખી છે. આ વખતની નવરાત્રી રેકોર્ડ સમાન બની રહેવાની છે. બે વર્ષ બાદ લોકો છૂટથી ગરબે(Garba) રમવાના છે. તમે ગરબા રમતા તો બહુ જોયા હશે પરંતુ શું તમે ક્યારેય સ્વિમિંગ પૂલમાંગરબા જોયા છે? હા તમે બરાબર વાંચ્યું છે. હાલ સ્વિમિંગ પુલમાં ગરબા કરતા પુરુષો અને મહિલાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ વાયરલ વીડિયો રાજસ્થાનના ઉદયપુરનો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષ અને મહિલા સ્વિમિંગ પુલમાં દેખાય રહ્યા છે. સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા હોય છે અને મોજ-મસ્તી કરતા હોય છે. પણ આ લોકો ગરબા કરી રહ્યા હતા. તેમણે ગરબાના પારંપરિક કપડા પણ પહેર્યા છે. બેકગ્રાઉન્ડમાં લવયાત્રી ફિલ્મના ‘છોગાડા તારા’ ગીત વાગી રહ્યુ છે અને તેઓ અલગ અલગ અંદાજમાં ગરબા કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Avoid using these things on face: જાહેરખબરમાં જોઇને ભૂલથી પણ ચહેરા પર ન લગાવો આ વસ્તુઓ-ત્વચા ને થશે નુકશાન

આ પણ વાંચોઃ Side effects of coconut water: સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાતા નારિયેળ પાણીથી થઇ શકે છે આ નુકશાન- વાંચો વિગત

Gujarati banner 01