Harbhajan singh

Harbhajan singh: ધોની પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આવું જ કરવું હોય તો રમવું જ ન જોઈએ

Harbhajan singh: હરભજન સિંહે કહ્યું કે, જો ધોનીએ નંબર 9 પર બેટિંગ કરવી હોય તો તેણે ન રમવું જોઈએ

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 મેઃ Harbhajan singh: મહેન્દ્ર સિંહ ધોની CSK અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન છે. ધોનીએ IPL 2024 પહેલા CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી. કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોની અલગ જ રંગમાં નજર આવી રહ્યો છે. તેણે 200થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. જોકે, આ રેકોર્ડ છતાં તે 5 મેં રવિવારના રોજ પંજાબ સામે નંબર 9 પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે આ વાતથી પૂર્વ ભારતીય ક્રિકેટર્સ હરભજન સિંહ અને ઈરફાન પઠાણ નાખુશ છે.

આ પણ વાંચો:- Kangana Ranaut Announcement: જો ચૂંટણી જીતશે તો બોલિવુડને કહેશે અલવિદા, કંગનાએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

હરભજન સિંહે કહ્યું કે, જો ધોનીએ નંબર 9 પર બેટિંગ કરવી હોય તો તેણે ન રમવું જોઈએ. તેના સ્થાને ટીમ ફાસ્ટ બોલરની પસંદગી કરે તે સારું રહેશે. તે નિર્ણય લેનારો વ્યક્તિ છે અને તેણે બેટિંગ માટે ન આવી પોતાની ટીમને નીચી દેખાડી છે. શાર્દુલ ઠાકુર તેનાથી પહેલા બેટિંગ કરવા આવ્યો. શાર્દુલ ક્યારેય પણ ધોની જેવા શોટ્સ ન લગાવી શકે. અને મને એ નહીં સમજાયું કે, ધોનીએ આ ભૂલ કેમ કરી. તેની મંજૂરી વિના કંઈ નથી થતું. હું એ માનવા તૈયાર નથી કે, તેને નવમાં નંબર પર બેટિંગ કરાવવાનો નિર્ણય કોઈ બીજાએ લીધો હતો.

હરભજન સિંહે આગળ કહ્યું કે, CSKનો ઝડપથી રન બનાવવાની જરૂર હતી અને ધોનીએ આ છેલ્લા ગેમમાં કર્યું હતું. આ ચોંકાવનારું હતું કે, પંજાબ સામે મહત્વપૂર્ણ મેચમાં તે બેસી રહ્યો. ભલે આજે CSK જીતી ગયું પરતુ હું ધોનીની ટિકા કરીશ. લોકો ભલે ગમે તે કહે પરંતુ હું એ જ કહીશ જે સાચુ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો