Power Fuel Surcharge in gujarat

Special arrangement by GUVNL: મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વીજ કંપનીઓ દ્વારા વીજ સેવા માટે ખાસ વ્યવસ્થા 

ચાલુ સપ્તાહ તા. ૬ થી ૧૨મી મે દરમિયાન ઔદ્યોગિક વીજ ગ્રાહકો અને અન્ય વ્યવસાયિક એકમો દ્વારા પાળવામાં આવતા નિયત સાપ્તાહિક રજાના દિવસે પણ વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવશે

whatsapp banner

વડોદરા, 06 મે: Special arrangement by GUVNL: સમગ્ર વિશ્વમા સૌથી વિશાળ એવી ભારતીય લોકશાહીના લોકસભાની ચૂંટણીનો પર્વ આજે આખા દેશમાં ઉજવાઈ રહેલ છે તે સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા તબક્કાવાર લોકસભાની ચૂંટણીનું આયોજન કરેલ છે. લોકશાહીની પ્રક્રિયાના ભાગરૂપે આગામી મંગળવાર તારીખ ૭મી મે ૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની કેટલીક બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો:- Kangana Ranaut Announcement: જો ચૂંટણી જીતશે તો બોલિવુડને કહેશે અલવિદા, કંગનાએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

લોકશાહીના આ પર્વની ઉજવણીમાં રાજ્યના તમામ મતદારો / નાગરીકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તથા તા. ૭મી મે ના રોજ મતદાનના દિવસે વધુ ને વધુ લોકો તેમનો કિંમતી મત આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્યના ઊર્જા વિભાગની તમામ વીજ કંપનીઓ દ્વારા ચાલુ સપ્તાહ દરમિયાન, એટલે કે, તા. ૦૬.૦૫.૨૦૨૪ થી ૧૨.૦૫.૨૦૨૪ દરમિયાન વિવિધ વિસ્તારમાં જિલ્લાવાર ખાસ કરીને ઔદ્યોગિક ગ્રાહકો / એકમો દ્વારા જે તે દિવસે સાપ્તાહિક રજા પાળવામાં આવે છે તે દિવસે પણ વીજ પૂરવઠો ચાલુ રહેશે જેથી તેમનો રાબેતા મુજબનો વીજ વપરાશ કરી શકશે.

તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ રાજ્યમાં આવેલ વિવિધ વ્યવસાયિક/ઔદ્યોગિક એકમો વગેરેમાં કામ કરતાં અધિકારીઓ / કર્મચારીઓ / કારીગરો વગેરે લોકસભા ચૂંટણીના દિવસે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી મતદાનના દિવસે બંધ રહેનાર ઔદ્યોગિક અને અન્ય વ્યવસાયિક એકમોને તેના નિયત સાપ્તાહિક રજાના દીવસ દરમિયાન વીજ પૂરવઠો રાબેતા મુજબ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરેલ છે.

અમારા માનવંતા વીજ ગ્રાહકો / નાગરિકો / મતદારો ઉપરોક્ત પહેલની નોંઘ લઈ તા. ૭મી મે ના રોજ સૌ વધુ ને વધુ સંખ્યામાં આગળ આવી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી વધુ ને વધુ મતદાન નોંધાવી શકે તે માટે લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા ઊર્જા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો