India responded to Pak on Kashmir issue in CICA Summit

India responded to Pak on Kashmir issue in CICA Summit: ભારતના વિદેશ રાજ્યમંત્રીએ CICA સંમેલનમાં પાકને ફટકાર લગાવી, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

India responded to Pak on Kashmir issue in CICA Summit: મીનાક્ષી લેખીએ સંમેલનમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનો સ્ત્રોત છે.

નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃIndia responded to Pak on Kashmir issue in CICA Summit: કઝાકિસ્તાનમાં CICA ના શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ સંમેલનમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનો સ્ત્રોત છે.

કઝાકિસ્તાનના અસ્તાનામાં સીઆઈસીએ શિખર સંમેલનને સંબોધિત કરતા લેખીએ પાકિસ્તાન પર ભારત વિરુદ્ધ જૂઠ અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર માટે મંચનો દુરૂપયોગ કરવા અને સભ્ય રાજ્યો વચ્ચે ચર્ચા અને સહયોગના વિષય અને ફોકસથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો હતો. લેખીએ કહ્યું- પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓનું સ્ત્રોત બનેલું છે. પાકિસ્તાન માનવ વિકાસમાં રોકાણ કરતું નથી, પરંતુ આતંકવાદને મજબૂત કરવા અને બનાવી રાખવા પોતાના સંસાધનનો ઉપયોગ કરે છે. 

આ પણ વાંચોઃ Gujarat nabbed 4 wanted criminals from abroad: ગુજરાત પોલીસે છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડ્યા

લેખીએ કહ્યું કે પાકિસ્તાને ભારત વિરોધી સરહદ પાર આતંકવાદને બંધ કરવા જોઈએ. તે પાકિસ્તાનના કબજાવાળા જમ્મૂ, કાશ્મીર અને લદ્દાખ (પીઓજેકેએલ) માં ગંભીર અને સતત માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવા માટે સારૂ હશે. તેમણે કહ્યું- અમે પાકિસ્તાન સહિત અમારા બધા પાડોશીઓ સાથે સામાન્ય સંબંધ ઈચ્છીએ છીએ. આ પ્રકારે પાકિસ્તાનને સલાહ આપવામાં આવે છે કે તે અનુકૂળ માહોલ બનાવી વાત કરે. જેમાં વિશ્વનીયતા, અપરિવર્તનીય કાર્યવાહી કરવાની સામેલ હોય, જેથી કોઈ પ્રકારે ભારત વિરુદ્ધ સરહદ પાર આતંકવાદ માટે પોતાના નિયંત્રણવાળા કોઈ ક્ષેત્રનો ઉપયોગ ન થઈ શકે. તે બંને દેશોના સહયોગના પોતાના એજન્ડાથી આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચને વિચલિત કરવાની જગ્યાએ દ્વિપક્ષીય રૂપથી મુદ્દાને સામેલ કરવા અને સંબોધિત કરવામાં સક્ષમ કરશે. 

વધુ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાનની પાસે ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચોઃ Gujarat’s strong health infrastructure: 2 દાયકામાં ગુજરાતે સફળતાપૂર્વક ઊભું કર્યું મજબૂત આરોગ્ય માળખું

Gujarati banner 01