Gandhinagar election

Himachal assembly election date: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત

Himachal assembly election date: ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી

નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ Himachal assembly election date: ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. રાજ્યમાં 12મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને એક જ ફેઝમાં મતદાન થશે.

અત્રે જણાવવાનું કે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. જો કે જેની રાહ જોવાતી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થઈ નહીં. 

આ પણ વાંચોઃ India responded to Pak on Kashmir issue in CICA Summit: ભારતના વિદેશ રાજ્યમંત્રીએ CICA સંમેલનમાં પાકને ફટકાર લગાવી, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ યોજીને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે. 

નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે 2017માં 9મી નવેમ્બરે મતદાન થયું હતું. ભાજપે 68 બેઠકોમાંથી 44 બેઠકોમાં જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી. ભાજપના જયરામ ઠાકુર મુખ્યમંત્રી બન્યા હતા. 

આ પણ વાંચોઃ Gujarat nabbed 4 wanted criminals from abroad: ગુજરાત પોલીસે છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડ્યા

Gujarati banner 01