Dimple rawal vaccine 600x337 1

India vaccination record: કોરોના વેક્સિનેશનમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, 1 દિવસમાં 1 કરોડથી વધારે લોકોને લગાવી કોરોનાની રસી

India vaccination record: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રસીકરણની વિક્રમી સંખ્યાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે 1 કરોડને પાર કરવું એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

નવી દિલ્હી, ૨૮ ઓગસ્ટ: India vaccination record: કોરોનાની વિરુદ્ધ ભારતે એ સફળતા મેળવી છે જેની રાહ મહિનાઓથી જોવાતી હતી. એક દિવસમાં એક કરોડથી વધારે કોરોનાની રસી લગાવીને ઈતિહાસ રચવામાં આવ્યો છે. કોવિન વેબસાઇટ અનુસાર, શુક્રવારે રસીના 1,00,64,032 ડોઝ આપવામાં આવ્યા છે.

 
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે રસીકરણની સંખ્યાનો રેકોર્ડ! 

1 કરોડનો આંક પાર કરવો એ એક મહત્વની સિદ્ધિ છે. રસીકરણ કરનારા અને રસીકરણ ડ્રાઇવને સફળ બનાવનારાઓને ધન્યવાદ. “

TB hospital media seminar: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો

Whatsapp Join Banner Guj