surat boy dead

Indian Worker In Russia: નોકરીની શોધમાં રશિયા ગયેલ સુરતના 23 વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ- વાંચો વિગત

Indian Worker In Russia: એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો રોજગારી માટે રશિયા ગયા હતા

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરીઃ Indian Worker In Russia: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ પૂરાં થઇ ગયા છે ત્યાં એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. આ યુદ્ધમાં સુરતના એક યુવાને પણ જીવ ગુમાવ્યો છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયા રશિયા નોકરીની શોધમાં રશિયા ગયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયાના અહેવાલ છે.

PM Modi Scuba Dive: પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ દ્વારા કર્યા શ્રીકૃષ્ણ નગરીના દર્શન, જુઓ તસ્વીરો

અહેવાલો અનુસાર,એજન્ટ મારફતે નોકરી માટે રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન મંગુકિયાનું મોત નીપજ્યું છે. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો રોજગારી માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ મંગુકિયા પણ સામેલ હતો. જો કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જ આ યુવકનું મોત થયાના અહેવાલ છે.

આપણાં કામની ખબર મેળવા હમળા જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે