pm modi scoba drive

PM Modi Scuba Dive: પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ દ્વારા કર્યા શ્રીકૃષ્ણ નગરીના દર્શન, જુઓ તસ્વીરો

PM Modi Scuba Dive: દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું

દ્વારકા, 25 ફેબ્રુઆરીઃ PM Modi Scuba Dive : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બિચ પહોંચ્યા હતા. વડાપ્રધાને દ્વારકામાં બોટિંગ અને સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું.

દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા.

આપણાં કામની ખબર મેળવા હમળા જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું.

વડાપ્રધાને ‘X’ સ્કૂબા ડાઈવિંગની તસવીરો શેર કરી હતી. બાદમાં તેમણે ‘X’ પર આ અનુભવની વાત કરતા લખ્યું કે, ‘પાણીમાં ગરકાવ દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાનો અનુભવ દિવ્ય રહ્યો. મેં અધ્યાત્મિક ઊંચાઈ અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાણ અનુભવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.’

Sudarshan Setu: ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *