PM Modi

જમ્મુ કાશ્મીર(jammu and kashmir)ને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સાથે સરકારે અર્ધલશ્કરી દળોને કર્યા એલર્ટ

નવી દિલ્હી, 09 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મોટો નિર્ણય લેશે તેવી આશા સેવાઇ રહી છે. સૂત્રોનો દાવો છે કે, મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(jammu and kashmir)નું વિભાજન કરીને જમ્મુને અલગ રાજ્ય બનાવશે અને માત્ર કાશ્મીર ખીણનો પ્રદેશ જ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.

jammu and kashmir

સૂત્રોના દાવા પ્રમાણે મોદી સરકારે છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં અર્ધલશ્કરી દળો કાશ્મીર ખીણમાં મોકલ્યાં છે કે જેથી આ નિર્ણય સામે થતા કોઈ પણ વિરોધને ખાળી શકાય. અમિત શાહે જમ્મુ અને કાશ્મીર(jammu and kashmir)ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને દિલ્હી બોલાવીને આ નિર્ણયની જાણ પણ કરી દીધી છે. સિંહાની શાહ સાથેની બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લાને પણ હાજર રખાયા હતા કે જેથી આ નિર્ણય જાહેર કરાય ત્યારે અર્ધલશ્કરી દળો, ગુપ્તચર તંત્ર વગેરે સાથે રહીને કામ કરી શકે.

માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ માટે આ નિર્ણય રાજકીય રીતે પણ ફાયદાકારક સાબિત થાય. જમ્મુમાં હિંદુ અને શીખોની બહુમતી છે તેથી જમ્મુ અલગ રાજ્ય બને તો ભાજપ સરળતાથી બહુમતી મેળવીને સત્તા કબજે કરી શકે છે.

આ પણ વાંચો….

હવે પારુલ યુનિવર્સિટી – સ્ટાર્ટઅપ(startup) સ્ટુડિયો ના સ્ટાર્ટઅપ્સએ પણ કોરોનાકાળ માં ઘરે બેઠા સર્વિસ આપવાનું કર્યું શરુ- વાંચો વિગત

ADVT Dental Titanium