કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીકના આ નેતા વિધિવત રીતે ભાજપ(BJP)માં જોડાયા..!

નવી દિલ્હી, 09 જૂનઃBJP: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ભાજપ(BJP)ના સાંસદ અનિલ બલૂનીની હાજરીમાં પ્રસાદે પાર્ટી કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.

BJP

જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ રાહુલ ગાંધીની ટીમમાંથી વધુ એક વિકેટ ખડી ગઈ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટી(BJP)માં જોડાઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે જિતિન પ્રસાદને પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું.. હાલમાં જિતિન પ્રસાદ ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા હતાં. ત્યાર બાદ આ પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ થઈ છે.

બલૂનીએ આ પ્રસંગે કહ્યુ હતું કે, ભાજપ(BJP)ની નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રભાવિત થઈને જિતિન પ્રસાદ ભાજપ પરિવારમાં શામેલ થયા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ભાજપમાં શામેલ થતાં પહેલા પ્રસાદે અમિત શાહની પણ મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરા તરીકે ખ્યાત થયેલા જિતિન પ્રસાદ છેલ્લા કેટલાય દિવસોથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા. કોંગ્રેસ વધુ માન મરતબો ન મળતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જો કે, જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટીએ નજરઅંદાજ કરી હતી. આ જ કારણ છે કે, જિતિન પ્રસાદ ભાજપમાં ભળી ગયા છે.

આ પણ વાંચો…

જમ્મુ કાશ્મીર(jammu and kashmir)ને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સાથે સરકારે અર્ધલશ્કરી દળોને કર્યા એલર્ટ

ADVT Dental Titanium