હવે પારુલ યુનિવર્સિટી – સ્ટાર્ટઅપ(startup) સ્ટુડિયો ના સ્ટાર્ટઅપ્સએ પણ કોરોનાકાળ માં ઘરે બેઠા સર્વિસ આપવાનું કર્યું શરુ- વાંચો વિગત
હેલ્થકેર થી હાઇપર-લોકલ માર્કેટ પ્લેસ બધું જ સ્થાનિક યુવા ઉદ્યોગસાહસિકો(startup) દ્વારા કરવામાં આવ્યું શરુ
વડોદરા, 09 જૂનઃ જ્યારે આજે સમગ્ર દેશમાં કોરોના મહામારી ચરણ પર પહોંચી છે, ત્યારે વડોદરાના સ્ટાર્ટઅપ(startup) આંત્રપ્રેન્યોર્સ અને યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા લોકોને મહત્તમ સુવિધાઓ તેઓના ઇનોવેટિવ સોલ્યુશન્સ ના માધ્યમથી ઘરે બેઠા મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. કોરોના ની બીજી લહેર બાદ ઉદભવેલી વિષમ પરિસ્થિતિ ને જોતા, હાલ શહેર ની પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને એક્સેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ ખાતે ઇન્કયુબેટેડ સ્ટાર્ટઅપ્સ (startup)દ્વારા લોકો ને મૂળભૂત જરૂરિયાતો તેઓ ના સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ થી ઘરે બેઠા જ આપવા ના પ્રયાસો કરવા માં આવી રહ્યા છે. ચાલો આપણે જાણીએ આવા અમુક
સ્ટાર્ટઅપ્સ વિશે:ડોક્ટર એટ ડોરસ્ટેપ: વડોદરાના વ્યવસાયે તબીબ એવા ડો. સેજલ શાહ અને ડો. ચારૂ અમીન એ શરુ કર્યું છે એક નવીન તબીબી સ્ટાર્ટઅપ(startup), જ્યારે આજે વૈશ્વિક કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સમયમાં વડોદરાના સ્ટાર્ટઅપ વેન્ચર એવા ‘ડોકટર એટ ડોરસ્ટેપ’ દ્વારા ઘરે બેઠા તબીબી નિદાન અને મેડિકલ સર્વિસીસ ઉપલબ્ધ કરાવવા માટેનું એક અનોખું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. હવે માત્ર આંગળીને વેઢે તમામ મેડીકલ સેવાઓ મળશે, માત્ર એક ક્લિકથી તમે તમામ મેડીકલ સેવાઓ ને મેળવી શકશો.
આ ઓનલાઈન પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા બોલાવી શકશો ડોક્ટર, નર્સિંગ સેવાઓ અને મેડિકલ નિદાન ની સેવાઓ। સરળ સિનિયર સિટીઝન્સ, શારીરિક રીતે અશક્ત લોકો તથા કોરોના કાળ ની વિષમ પરિસ્થિતિ ના સમયમાં બીમાર લોકોને ‘ડોકટર એટ ડોરસ્ટેપ’ દ્વારા ઘરે બેઠા મેડિકલ સર્વિસીસ પૂરતી સુરક્ષા ને સુનિશ્ચિત કરી ને પૂરી પાડવામાં આવી રહી છે અને હજારો લોકો સુધી દિવસે ને દિવસે તેનો વ્યાપ વધી રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલ તમામ માર્ગદર્શિકાઓ ને ધ્યાનમાં લઈને, તેઓ આગામી સમયમાં ટેલી કન્સલ્ટટેશન પ્લેટફોર્મ્સ(startup) ના દ્વારા સામાન્ય મેડીકલ સર્વિસને સમગ્ર દેશમાં વિસ્તારવાના છે.
વેબસાઇટ: https://dratdoorstep.com/
મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ: ગૂગલ પ્લે સ્ટોર
હેલ્પલાઇન નંબર: +91 8000 12 6666
ધ આસિસ્ટ બડી: જયારે આજે મોટા ભાગ ની આઇટી કંપનીઝ, સ્કૂલ્સ, ઓફિસીઝ અને યુનિવર્સીટીઝ એ પોતાના ઓપરેશન્સ વર્ક ફ્રોમ હોમ મોડ માં શિફ્ટ કરી દીધા છે ત્યારે, ઘરે બેઠા કામ કરતા પ્રોફેશનલ્સ ને આઇટી વિષયક જરૂરી ટેક્નિકલ સપોર્ટ આપવા મદદરૂપ બનશે ‘ધ આસિસ્ટ બડી’ નામનું સ્ટાર્ટઅપ(startup) વેન્ચર. તકનીક માં રુચિ ધરાવતા વડોદરા ના યુવા ઉદ્યોગસાહસિક ગૌરવ રાજપૂત દ્વારા તમારા કામ ના સમયે ખામી સર્જાયેલ ઇલેક્ટ્રોનિક ગેજેટ નું તમારા કાર્યસ્થળ પર જ મેઇન્ટેનન્સ કરી ને આપી શકાય, તથા વિશાળ રિસોર્સ નેટવર્ક ના સમન્વય થી લોએસ્ટ વેઇટિંગ સમય ના લક્ષ્ય ને સાકાર કરવા ના મક્કમ ઈરાદા સાથે આ પ્લેટફોર્મ બનાવવા નો વિચાર આવ્યો હતો.
‘ધ અસિસ્ટ બડી’ ની વેબસાઇટ તથા એપ્લિકેશન દ્વારા પોતાના ગેજેટના રિપેરિંગ માટે ની એપ્લિકેશન નું લાઈવ ટ્રેકિંગ વિકલ્પ સાથે 25 મિનિટથી ઓછા સમયમાં ગેજેટના રિપેર માટે ની સેવા મેળવી શકાય છે,ગ્રાહક ના ગેજેટ માં સર્જાયેલ ખામી મોટી હોય તો ગેજેટ ને બદલી આપી જરૂરી સમયે તેઓનું કામ ન અટકાય તેની ખાતરી કરવામાં આવે છે. મશીન અલ્ગોરિથમ નો મહત્તમ ઉપયોગ કરી ને આ ટેક પ્લેટફોર્મ દ્વારા યુઝર રિકવેસ્ટ ને અપ્રૂવ કરી ને સિસ્ટમ દ્વારા જ બેસ્ટ અવેલેબલ ઓપ્શન ફાળવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા સમય માં જરૂરી સપોર્ટ આપી શકાય.
વેબસાઈટ: www.theassistbuddy.com
હેલ્પલાઇન નંબર: +91 905 456 9207
ઓફ લેન: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો હવે પોતાના ઘરેથી બહાર જવાનું ટાળી રહ્યા છે જેથી કોરોના સંક્રમણ ને ટાળી શકાય, તથા જ્યાં શક્ય હોય છે ત્યાં ઓનલાઈન પ્લેટફોર્મ ના માધ્યમથી જ ઘરે બેઠા સર્વિસ મેળવવા નો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ મલ્ટીનેશનલ્સ ના આ ઓનલાઇન બજાર પર ના નિયંત્રણ ને કારણે નાના સ્થાનીય દુકાનદારો – વેપારીઓ ને ખુબ જ મોટા પ્રમાણ માં નુકશાન થાય છે અને પરિણામે તેઓ રોજગારી ગુમાવે છે.
શહેર ના સ્થાનીય દુકાનદારો – વેપારીઓ ને એક જ પ્લેટફોર્મ પર લાવીને પોતાના હાઇપર લોકલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ની મદદ થી વડોદરા ના યુવા ટેકનોક્રેટ એવા માનવેશ કાજલે અને તેમની માતા સોનલ કાજલે દ્વારા શરુ કરવામાં આવેલ ‘ઓફલાઈન’ નામ ના સ્ટાર્ટઅપ ઘરે બેઠા જ લોકો ને જીવન જરુરીઆત નો સમાન પહોંચાડી રહ્યું છે. તાજેતર માં જ શરુ થયેલા આ સ્ટાર્ટઅપ વેન્ચર સાથે અત્યાર સુધી માં લગભગ 100 કરતા વધારે દુકાનદારો અને વેપારીઓ જોડાઈ ગયા છે, અને આગામી દિવસો માં સેલર પાર્ટનર્સ ની સંખ્યા વધારવા ની યોજના છે જેથી સુચારુ રીતે લોકો ને સમયસર સમાન મળી શકે.
વેબસાઇટ: https://oflne.com
મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ: ગૂગલ પ્લે સ્ટોર
હેલ્પલાઇન નંબર: +91 701 632 4494
આ પણ વાંચો….
મા-કાર્ડ(ma-card) અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે?