Jammu Kashmir Bus Accident

Jammu-Kashmir Bus Accident: જમ્મુ-કાશ્મીરના ડોડામાં થયો મોટો અકસ્માત, બસ ખાઈમાં ખાબકતા કેટલાક લોકોના મોત…

Jammu-Kashmir Bus Accident: ઘાયલોને બહાર કાઢવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે

શ્રીનગર, 15 નવેમ્બરઃ Jammu-Kashmir Bus Accident: જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે 250 મીટર નીચે ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક ઘાયલ પણ છે. પોલીસ અને બચાવ દળના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને બહાર કાઢવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 35 જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે 22 લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે. 

આ પણ વાંચો… Bhai Dooj 2023: ભાઈબહેનનાં પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા ભાઈબીજ: વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો