terrorist attack 1628765459

J&K shopian encounter: જમ્મુ કાશ્મીર ખાતે શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઢેર, એક જવાન પણ શહીદ, 2 ઘાયલ

J&K shopian encounter:કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ 10 જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદીઓ માર્યા ગયા છે

શ્રીનગર, 20 ઓક્ટોબરઃ J&K shopian encounter: જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયાં ખાતે બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા છે. તેમાંથી એક જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

શોપિયાં એન્કાઉન્ટર(J&K shopian encounter)માં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી. આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો. 

આ પણ વાંચો: Teasing the actress on the flight: દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં અભિનેત્રી સાથે છેડછાડ, બિઝનેસમેનની ધરપકડ

કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ 10 જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ તરફ સુરક્ષા દળોએ પૂંચના જંગલોમાં પણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. ત્યાં છેલ્લા 10 દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જવાનોએ જંગલમાં 4-6 આતંકવાદીઓને ઘેરી લીધા છે. જાણવા મળ્યા મુજબ સુરક્ષા દળો કોઈ પણ સમયે આતંકવાદીઓ પર અંતિમ હુમલો કરી શકે છે. 

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન સતત ચાલુ છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉશ્કેરાયેલા આતંકવાદીઓએ સામાન્ય નાગરિકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા આતંકવાદીઓએ બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરોની હત્યા કરી દીધી હતી. 

Whatsapp Join Banner Guj